Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

''અમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજી'': ૨૦૧૯ની સાલ માટે ચૂંટાઇ આવેલા ૧૦૯ ફેલોમાં ૪ ઇન્ડિયન અમેરિકનએ સ્થાન મેળવ્યું

વોશીંગ્ટનઃ અમેરિકન એકેડેમી ઓફ માઇક્રોબાયોલોજીના ૨૦૧૯ની સાલ માટે ચૂંટાઇ આવેલા ૧૦૯ ફેલોમાં ૪ ઇન્ડિયન અમેરિકનએ સ્થાન મેળવ્યું છે.જેમણે માઇક્રોબાયોલોજી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બજાવી છે. તેવું અમેરિકન સોસાયટી ફોર માઇક્રોબાયોલોજીએ ૨૮ જાન્યુ.ના રોજ જાહેર કરેલી યાદી થકી જાણવા મળે છે.

આ ૪ ઇન્ડિયન અમેરિકન ફેલોમાં શ્રી ગૌતમ દંતાસ, શ્રી હર્મિત મલિક, શ્રી ઉત્પલ પાલ, તથા શ્રી સેગરન પિલ્લાઇનો સમાવેશ થાય છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:23 pm IST)