Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

વ્યાજદરમાં ઘટાડો છતાપણ ઇપીએફમાં રોકાણ સર્વશ્રેષ્ઠ

વિકલ્પની દ્રષ્ટિએ ઇપીએફમાં રોકાણ ફાયદાકારક : ઇપીએફ સરકારીની સાથે સાથે પ્રાઇવેટ ક્ષેત્રના કર્મચારી માટે પણ ફરજિયાત : રિટાયર્ડમેન્ટ સ્કીમને લઇ ઉત્સુકતા

નવીદિલ્હી,તા. ૨૨ : ઇપીએફઓ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં હજુ પણ મૂડીરોકાણના સૌથી સારા વિકલ્પ તરીકે  આને ગણવામાં આવી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધીમાં રોકાણ હજુ પણ સર્વશ્રેષ્ઠ છે. જાણકાર લોકોનું કહેવું છે કે, નોકરિયાત વર્ગ માટે કર્મચારી ભવિષ્ય નિધી અથવા તો એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડમાં મૂડીરોકાણ ખુબ જ લાભકારક સાબિત થયા છે. ઇપીએફ સરકારની સાથે સાથે પ્રાઇવેટ ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ ફરજિયાત છે. એક કર્મચારી માટે પીએફ તરકે જમા થતી રકમ તેના ભવિષ્યન દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ સાબિત થાય છે. આ રિટાયર્ડમેન્ટ સ્કીમ છે જે પગારદાર લોકો માટે છે. એમ્પ્લોઇ અને એમ્પલોયર બને આ એકાઉન્ટમાં યોગદાન આપે છે. એમ્પ્લોઇઝ પોતાના પગાર બેઝિક પગાર અને ડીએના ૧૨ ટકા સુધી યોગદાન દર મહિને આપે છે. જ્યારે આટલી જ રકમ દર મહિને એમ્પ્લોયર તરફથી જમા કરવામાં આવે છે. આ રીતે માસિક પગારની કુલ ૨૪ ટકા રકમ ઇપીએફમાં જમા થાય છે. ટેક્સમાં મળતી છુટછાટના કારણે વધુ રાહત થાય છે. ઇપીએફમાં જમા થતાં પૈસા ઉપર આવકવેરાની કલમ ૮૦સી હેઠળ રાહત મળે છે. આ છુટછાટની મહત્તમ મર્યાદા ૧.૫૦ લાખ રૂપિયા છે. ઇપીએફમાં જમા રકમ ઉપર મળનાર વ્યાજ અને મેચ્યોરિટી પર મળનાર રકમ પણ ટેક્સ છુટછાટની હદમાં આવે છે. આ દ્રષ્ટિએ પણ ઇપીએફમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો પણ સૌથી સર્વશ્રેષ્ઠ વિકલ્પ તરીકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માટે વ્યાજદરમાં ગઇકાલે બુધવારના દિવસે ઘટાડો કરી દેવામાં આવ્યો હતો. નવો વ્યાજદર ૮.૫૫ ટકા રહેશે. જે ગયા વર્ષે ૮.૬૫ ટકા હતો. પીએફ ડિપોઝીટ પર વ્યાજ અંગેનો આ નિર્ણય ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડના ટ્રસ્ટીઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો.  ઈપીએફઓએ આ મહિનામાં ૨૮૮૬ કરોડ રૂપિયાના એક્સચેંજ ટ્રેડેડ ફંડનું વેચાણ કર્યું હતું. પરંતુ અપેક્ષાની બિલકુલ વિરુદ્ધમાં આજે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. કર્મચારીઆ નિર્ણયના કારણે ભારે નાખુશ દેખાઈ રહ્યા છે. ઈપીએફઓ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માટે ૮.૬૫ ટકા વ્યાજદર નક્કી કર્યો હતો. જે ૨૦૧૫-૧૬માં ૮.૮ ટકા હતો. એટલે કે સતત બીજા વર્ષે આમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, બજેટમાં નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને સરકારે કોઈ મોટી રાહત આપી ન હતી. શેરબજારમાં ઇપીએફના નિર્ણયની અસર પણ જોવા મળી શકે છે. ગઇકાલની મિટિંગ પર તમામની નજર હતી.

ઇન્ડેક્ષ ૩૦૦૦૦થી નીચે પહોંચે તેવા સ્પષ્ટ એંધાણ

જાણકાર લોકોનો સ્પષ્ટ અભિપ્રાય

        મુંબઈ, તા. ૨૨ : વર્ષ ૨૦૧૮ની મજબૂતરીતે શરૂઆત થઇ હોવા છતાં પીએનબી કૌભાંડના પરિણામ સ્વરુપે શેરબજારની હાલત કફોડી બનેલી છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને જાણકાર લોકો માની રહ્યા છે કે, સેંસેક્સ હજુ પણ વધુ નીચી સપાટીએ પહોંચશે. સેંસેક્સ ૩૦૦૦૦૦થી પણ નીચે પહોંચી શકે છે. પીએનબી કૌભાંડના પરિણામ સ્વરુપે મૂડીરોકાણકારો હચમચી ઉઠ્યા છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં ડોલરની દ્રષ્ટિએ ભારતીય માર્કેટમાં ૩૫ ટકા ઉછાળો આવ્યો હતો. વિયેતનામમાં ૫૦ ટકા અને યુરોપિયન માર્કેટમાં ૨૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

(7:57 pm IST)