Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

RBIના આ નિયમના કારણે તમારુ મોબાઈલ વોલેટ હવે બંધ થશે!

મુંબઇ, તા.૨૨: જો તમે મોબાઇલ વોલેટનો ઉપયોગ કરતા હો તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હવે ટૂંક સમયમાં માર્ચથી દેશભરમાં ચાલી રહેલા કેટલાય મોબાઇલ વોલેટ બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે. તેનું કારણ એ છે કે મોબાઇલ વોલેટ કંપનીઓએ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવેલ એક મહત્ત્વના આદેશનું પાલન કર્યું નથી.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડિજિટલ વોલેટ કંપનીઓને તમામ ગ્રાહકોના ‘KYC’ (નો યોર કસ્ટમર) ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂરા કરવા જણાવ્યું હતું, પરંતુ આ વોલેટ કંપનીઓ આ શરતનું પાલન કરવામાં નિષ્ફળ ગઇ છે.

આરબીઆઇ દ્વારા લંબાવવામાં આવેલ બે મહિનાની ડેડલાઇન પણ હવે પૂરી થવાના આરે છે અને કેવાયસી જમા કરાવનાર ગ્રાહકોની સંખ્યા હજુ ઘણી ઓછી છે. આ અગાઉ ઓકટોબરમાં આરબીઆઇએ વોલેટ કંપનીઓને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ સુધીમાં યુઝર્સના કેવાયસી વેરિફિકેશન પૂરા કરવાનો આદેશ કર્યો હતો.

અહેવાલ અનુસાર માત્ર નવ ટકાથી ઓછા યુઝર્સ દ્વારા પોતાના કેવાયસી કંપનીને આપવામાં આવ્યા છે અને તેથી ૯૧ ટકા યુઝર્સના એકાઉન્ટ બંધ થવાની આશંકા છે.

(4:12 pm IST)