Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સના નફામાં રેકોર્ડ 41.6 ટકાનો : વધારો : કંપનીને શુદ્ધ લાભ 15 હજાર કરોડ પર પહોંચ્યો

એબિટા માર્જિનમાં 18.3 ટકાનો થયો વધારો : O2C, રિટેલ અને ડિજિટલ વેપારમાં આવેલ જોરદાર ગ્રોથ

મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે વિત્ત વર્ષ 2020-21ના 31 ડિસેમ્બરે સમાપ્ત થયેલ ત્રીજા ક્વાર્ટરના આંકડા જાહેર કરી દીધા છે. કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટરમાં ગત વર્ષના સમાન ક્વાર્ટરના મુકાબલે પોતાના નફામાં રેકોર્ડ 41.6 ટકાનો વધારો નોધાયો છે. કંપનીના આ ગ્રોથમાં O2C, રિટેલ અને ડિજિટલ વેપારમાં આવેલ જોરદાર ગ્રોથનું સૌથી મહત્વનું યોગદાન રહ્યું છે.

કંપનીને શુદ્ધ લાભ 15015 કરોડ રૂપિયાનો રહ્યો છે. જ્યારે ગત વર્ષ સમાનગાળામાં આ 11,481 કરોડ રૂપિયા રહ્યો હતો. પાછલા ક્વાર્ટરમાં કંપનીનો નફો 9567 કરોડ રૂપિયા રહ્યો હતો. આ ક્વાર્ટરમાં કંપનીની આવક 1.18 લાખ કરોડ રૂપિયા રહી છે. 1.26 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો. પાછલા ક્વાર્ટરમાં કંપનીની આવક 1.11 લાખ રૂપિયા રહી હતી

કંપનીના પરિણામ જાહેર થવા પર RILના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે એક એવા સમયમાં જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા ફરીથી ગ્રોથના રસ્તે જતી જોવા મળી રહી છે. અમે એ વાતને લઈને ખુશી અનુભવી રહ્યા છીએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વિત્ત વર્ષ 2021ના ત્રીજા ક્વાર્ટરમાં દેશના ગ્રોથમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે O2C, રિટેલ સેગમેન્ટ અને ડિજિટલ સર્વિસ વેપારમાં જબરજસ્ત રિવાઇવલના કારણે કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં દમદાર પરિણામ રજુ કર્યા છે.

તેમણે કહ્યું કે ભારત હાલના સમયે ડિજિટલ ક્રાંતિના દુનિયાના અગ્રણી દેશોમાં સામેલ છે. આ લીડને બનાવી રાખવા માટે રિલાયન્સ જિયો પોતાના ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નવી પેઢીની ટેકનિક અને દેશમાં વિકસિત 5Gને વિકસિત કરવા અને દેશભરમાં આ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ફોક્સ બનાવી રાખશે. કંપની આ સેવાઓને વ્યાજબી અને સામાન્ય લોકોને ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. રિલાયન્સ જિયોની 5G સેવા આત્મનિર્ભર ભારતના વિઝનને પૂરું કરશે.

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA 21566 કરોડ રૂપિયા રહ્યો છે. તે 22100 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો. પાછલા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA 18945 કરોડ રૂપિયા રહ્યો હતો. આ રીતે ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA માર્જિન 18.3 ટકા રહ્યો છે. તે 17.4 ટકા રહેવાનો અંદાજ હતો. પાછલા ક્વાર્ટરમાં કંપનીનો EBITDA માર્જિન 17 ટકા રહ્યો હતો.

ડિસેમ્બર 2020ના પુરા થયેલા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. ત્રીજા ક્વાર્ટરમાં સબ્સિડિયરી કંપની રિલાયન્સ જિયોનો પ્રતિ ઉપભોક્તા ઔસત રેવન્યૂ (ARPU)151 રૂપિયા પ્રતિ મહિનો રહી હતી. આ 149થી 150 રૂપિયા રહેવાનો અંદાજ હતો. પાછલા ક્વાર્ટરમાં આ 145 રૂપિયા હતો. આ ગાળામાં ક્વાર્ટરના આધારે કંપનીના નફામાં 15.5 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. આ ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો નફો 3489 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે તેની આવક ક્વાર્ટરના આધાર પર 5.3 ટકાના વધારા સાથે 19475 કરોડ રૂપિયા રહી છે. ત્રીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો EBITDA ક્વાર્ટરના આધારે 6.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ 8483 કરોડ રૂપિયા રહી છે.

(11:59 pm IST)
  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST