Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

કોરોનાના કહેર વચ્ચે ૧૦ રાજયોમાં એવીઅન ફલુની પુષ્ટિ

મોહાલીના બે પોલ્ટ્રીફાર્મના પ૩ હજાર પક્ષીઓને મારી નખાશે : કાગડા અને પ્રવાસી તથા જંગલી પક્ષીઓ પોઝીટીવ મળ્યા પછી ઉભી થઇ ચિંતા

નવી દિલ્હી તા. રર :.. દેશમાં કોરોનાના કહેર વચ્ચે દસ રાજયોના કેટલાય પક્ષીઓમાં એપિયન ઇન્ફલુએન્ઝા (એઆઇ) ની પુષ્ટિ થઇ છે. પશુપાલન મંત્રાલય દ્વારા જણાવાયું છે કે ર૧ જાન્યુઆરી ર૦ર૧ સુધીમાં છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉતરાખંડમાં કાગડા, પ્રવાસી અને જંગલી પક્ષીઓમાં આ રોગ હોવાની પુષ્ટિ થઇ છે. મંત્રાલયનું કહેવું છે કે છ રાજયો છતીસગઢ, હરિયાણા, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબમાં પોલ્ટ્રી બર્ડસમાં આ બિમારી જોવા મળી છે.

પંજાબના મોહાલીમાં કેટલાક પક્ષીઓના સેમ્પલમાં બર્ડ ફલુની પુષ્ટિ થયા પછી બે પોલ્ટ્રી ફાર્મના લગભગ પ૩ હજાર પક્ષીઓને મારી નાખવામાં આવશે. એક સીનીયર અધિકારીએ જણાવ્યું કે મોહાલીના ડેરા બસ્સી વિસ્તારના બેહરાગાંવ ખાતેના બે પોલ્ટ્રી ફાર્મમાંથી લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ બુધવારે ભોપાલથી આવ્યો હતો જેમાં એચ પ અને ૮ ની પુષ્ટિ થઇ છે.

પશુપાલન અને ડેરી વિભાગના અધિક મુખ્ય સચિવ વી. કે. જંજુઆએ જણાવ્યું કે ગુરૂવારે સાંજે અથવા શુક્રવારથી પ૩ હજાર પક્ષીઓને મારવાનું કામ શરૂ થઇ જશે. કેન્દ્ર સરકારન દિશાનિર્દેશ અનુસાર સંક્રમીત ફાર્મના એક કિલો મીટર વ્યાપમાં આવેલ પોલ્ટ્રી ફાર્મના પક્ષીઓને મારવા પડે છે. અધિકારી અનુસાર એક કિલો મીટરના વિસ્તારમાં આ બે પોલ્ટ્રીફાર્મ સિવાય બીજા કોઇ પોલ્ટ્રી ફાર્મ નથી. તેમણે કહયું કે પક્ષીઓને મારવા માટે વિભાગે રપ ટીમોની રચના કરી છે. આ પક્ષીઓને મારી નાખ્યા પછી તેમને દફનાવી દેવાશે.

(12:53 pm IST)