Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

પોઝિટિવ ન્યુઝ : લોકડાઉનમાં ભારતીય પરિવારોની બચતમાં વધારો નોંધાયો : આવકમાં ઘટાડો થતાં ખોટા ખર્ચા બંધ કરવાની અને કરકસર કરવાની ટેવ પડી : છેલ્લા એક જ વર્ષમાં બચતમાં અધધ.. 14604 કરોડ રૂપિયાનો વધારો થયો : સામે પક્ષે ગમે ત્યારે ધ્વસ્ત થઇ જાય તેવા શેરબજારમાં રોકાણ વધ્યું : વર્ક ફ્રોમ હોમમાં વધારો થતાં મોટી સાઈઝના ફ્લેટની માંગણી વધી : એકંદરે બચત, IPO, રહેણાંક સહિતના ક્ષેત્રોમાં મંગલ મંગલ : યુ.બી.એસ. નો અહેવાલ

ન્યુદિલ્હી : તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો મુજબ કોરોના વાઇરસના કહેરના કારણે ધંધા રોજગારમાં ઘટાડો થતા દર પાંચમાંથી એક ભારતીય બેકાર બન્યો છે.પરંતુ સામે પક્ષે જાણવા મળેલા પોઝિટિવ ન્યુઝ મુજબ લોકડાઉનના એક વર્ષ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ બચતમાં વધારો  નોંધાયો છે.

જે અંતર્ગત યુ.બી.એસ.ના અહેવાલ મુજબ છેલ્લા એક જ વર્ષમાં બચતમાં અધધ..14604 કરોડ રૂપિયાનો વધારો થયો નોંધાયો છે.જે 2014 થી 2019 ની સાલ સુધી ઘટાડાનો દોર જોવા મળ્યો હતો તેમાં સુધારો જોવા મળ્યો છે.જેના કારણમાં જાણવા મળ્યા મુજબ કોવિદ -19 ના કારણે આવકમાં ઘટાડો થતાં લોકોમાં ખોટા ખર્ચા બંધ કરવાની અને  કરકસર કરવાની ટેવ પડી છે.

જોકે સામે પક્ષે ગમે ત્યારે ધ્વસ્ત થઇ જાય તેવા શેરબજારમાં રોકાણ વધ્યું છે.ખાસ કરીને મોટા ભાગની કંપનીઓના IPO છલકાવા લાગ્યા છે.

ઉપરાંત વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ વધતા થોડી વધુ જગ્યા ધરાવતા ફ્લેટની માંગ વધી છે.

એકંદરે  બચત , IPO ,રહેણાંક ,સહિતના ક્ષેત્રોમાં મંગલ મંગલ જોવા મળ્યું છે.તેવું યુ.બી.એસ. ના  અહેવાલ થકી સમાચાર એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:17 pm IST)