Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

બિહારની નીતીશ સરકાર આકરા પાણીએ : હવે સોશિઅલ મીડિયા ઉપર આપત્તિજનક ટિપ્પણી કરનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે : અફવા ફેલાવનાર ,લોકોને ભ્રમિત કરનાર વ્યક્તિ તથા ગ્રુપ ઉપર તવાઈ : મંત્રીઓ ,સાંસદો , નેતાઓ કે સરકારી અધિકારીઓ વિષે એલફેલ લખાણ કે વિડિઓ મૂકી શકાશે નહીં

પટણાં : બિહારના મુખ્યમંત્રી તરીકે ચાર્જ લીધાના થોડા દિવસોમાં જ નીતીશકુમારે સપાટો બોલાવવાનું શરૂ કરી દીધું છે.જે મુજબ સોશિઅલ મીડિયા જેવા કે વ્હોટ્સ એપ ,ટ્વીટર ,ફેસબુક ,સહિતના માધ્યમો ઉપર મંત્રીઓ ,સાંસદો ,નેતાઓ ,કે સરકારી અધિકારીઓ વિષે એલફેલ લખનાર કે તેમની બદનામી કરનાર વ્યક્તિઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે.

ઉપરાંત અફવા ફેલાવનાર ,લોકોને ભ્રમિત કરનાર વ્યક્તિ તથા ગ્રુપ ઉપર કાયદેસર પગલાં લેવાશે તેવો રાજ્યના પોલીસ અધિકારીએ આદેશ બહાર પાડ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:42 am IST)
  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST

  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST