Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ અને સ્વામી અગ્નિવેશે CAA, NRC અને NPR વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં કરી અરજી

દેશભરમાંથી અનેક લોકો અને ડઝનેક સંગઠનો દ્વારા CAA વિરુદ્ધ અરજી કરાઈ છે

 

નવી દિલ્હી : ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ, સ્વામી અગ્નિવેશ અને રાષ્ટ્રીય લઘુમતી પંચના પૂર્વ અધ્યક્ષ વજાહત હબીબુલ્લાએ નાગરિકત્વ (સુધારા) અધિનિયમ, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આમ તો દેશભરમાંથી અનેક લોકો અને ડઝનેક સંગઠનો દ્વારા CAA વિરુદ્ધ અરજી કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, દેશનાં અનેક રાજ્યો અને રાજકીય પક્ષો દ્વારા પર આ કાયદાઓ વિરુદ્ધમાં સુપ્રીમનું શરણ લેવામાં આવ્યું છે

    બુધવારે જ સુપ્રીમ દ્વારા CAA પર પ્રતિબંધ મુકવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં, નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ અને સમર્થનમાં 144 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેની આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી.

  . સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠ આ અરજીઓ પર સુનાવણી કરી હતી. અરજીઓ પર સુનાવણી દરમિયાન કોર્ટરૂમમાં એક વિશાળ જનમેદની એકઠી થઈ ગઈ હતી.

(12:56 am IST)