Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કાશ્મીરમાં આતંકવાદનું સમર્થન પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે મોંઘુ પડ્યું : અમેરિકન થિન્ક ટેન્ક

કાશ્મીર પર છ મહિનાથી ઓછા સમયમાં પોતાના બીજા રિપોર્ટમાં સીઆરએસએનો ખુલાસો

 

નવી દિલ્હી : કાશ્મીર બાબતે પાકિસ્તાન ગમે તેટલા ધમપછાડા કરે પરંતુ દુનિયામાં કોઇ પણ દેશ પાકિસ્તાનની વાતને ગંભીરતાથી લેતું નથી. એક અમેરિકન થિંક ટેંકએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર પર ભારતના નિર્ણયનો જવાબ આપવા માટે પાકિસ્તાન પાસે ઘણા સિમિત વિકલ્પો છે. કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના રિપોર્ટમાં ઘણા નિષ્ણાતોએ કહ્યું કે આ મુદ્દા પર પાકિસ્તાનની સાખ ખરાબ છે. કારણ કે તે આતંકવાદી જૂથોનો સાથ આપતું રહ્યું છે

   કાશ્મીર પર છ મહિનાથી ઓછા સમયમાં પોતાના બીજા રિપોર્ટમાં સીઆરએસએ કહ્યું કે સૈન્ય એકશનથી યથા-સ્થિતિ બદલવા માટે પાકિસ્તાનની ક્ષમતા તાજેતરના વર્ષોમાં ઓછી થઇ છે. તેનો મતલબ એ છે કે પાકિસ્તાન પાસે હવે કૂટનૈતિક માર્ગ જ બચ્યો છે.

   ગત  13 જાન્યુઆરીએ જાહેર થયેલા આ રિપોર્ટમાં સીઆરએસએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નિરસ્તના મામલે પાંચ ઓગષ્ટ બાદ પાકિસ્તાન ડિપ્લોમેટીક રીતે એકલું પડી ગયું.. એક માત્ર તુર્કીએ તેનો સાથ આપવાની વાત કહી. પાકિસ્તાને ચીનની મદદથી UNSCમાં બેઠક બોલાવી.. પરંતુ આ બેઠક પણ બંધ બારણે યોજાઇ. આ રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે કાશ્મીરમાં આતંકવાદનું સમર્થન પાકિસ્તાનને વૈશ્વિક રીતે મોંઘુ પડશે.

(11:52 pm IST)