Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવવા સરકારી વિચારણાઃ આવક વધવાથી ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે

 

                        ફોટો :   ૮ ( ઓનીયન  )

       
        ચાલુ રવિ સીઝનમાં ડુંગળીની પેદાશ વધવાને નજરમાં રાખી કેન્દ્ર સરકાર તેની  નિકાસ પર પ્રતિબંધ હટાવવા પર વિચાર કરી રહી છે. કૃષિ મંત્રાલયના એક અધિકારીએ બતાવ્યું કે ડુંગળીની ઘરેલું આવક વધવાથી આ મહિને ભાવમાં સતત નરમાઇ જોવા મળી રહી છે. જે પછી ડુંગળીની નિકાસથી પ્રતિબંધ હટાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અને કોઇ પણ સમયે આ અંગે નિર્ણય લેવામાં આવશે.

        ચોમાસામા થયેલ ભારે વરસાદથી ખરીફ સીઝનમાં ડુંગળીનો પાક ખરાબ થવાથી દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા ઓછી થઇ ગઇ હતી જેને કારણે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા. કેન્દ્ર સરકારએ ડુંગળીના ભાવને કાબૂમા રાખવા માટે ગયા વર્ષે સપ્ટેમ્બરમા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથેજ દેશમાં ડુંગળીની ઉપલબ્ધતા વધારવાને નજરમાં રાખી સરકારએ ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારએ હજુ સુધી વિદેશોથી ર૪પ૦૦ ટન ડુંગળી મંગાવી છે જયારે આયાતની કુલ ૪૦૦૦૦ ટનના સોદા થયા છે.

 

(11:36 pm IST)