Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ચીનમાં કોરાના વાઇરસથી 17 લોકોનાં મૃત્યુ: વુહાન શહેરમાં અવરજવર નહીં કરવા તાકીદ

લોકોને ટોળાંમાં સામેલ નહીં થવા અને વધારે લોકો હોય એવા કાર્યક્રમો નહીં કરવાની સલાહ

બેઇજિંગ : ચીનમાં કોરોના વાઇરસના પ્રકોપ પછી અસરગ્રસ્ત વુહાન શહેરમાં અવરજવર નહીં કરવા તાકીદ કરી છે. કોરોના વાઇરસને પગલે અત્યાર સુધી 17 લોકોનાં મૃત્યુ થયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણના 440 કેસો સામે આવ્યા છે.

ચીનના સત્તાવાળાઓનું કહેવું છે કે આશરે 89 લાખની વસતિવાળા વુહાન શહેરમાં લોકોએ બહાર જવાનું અથવા અન્ય લોકોએ વુહાન શહેરની મુલાકાત લેવાનું ટાળવું.ચીને લોકોને ટોળાંમાં સામેલ નહીં થવા અને વધારે લોકો સામેલ હોય એવા કાર્યક્રમો નહીં કરવાની સલાહ આપી છે.

ચીનનાં અનેક શહેરો ઉપરાંત કોરોના વાઇરસ અમેરિકા, થાઇલૅન્ડ, દક્ષિણ કોરિયા અને જાપાનમાં પણ જોવા મળ્યો છે.

 ચીનના નેશનલ હેલ્થ કમિશનના વાઇસ મિનિસ્ટર લિ બિને આ મુદ્દે પહેલી વાર વાત કરી. એમણે કહ્યું કે વુહાનની મુલાકાત ન લો અને જે લોકો વુહાનમાં છે તે શહેર ન છોડે.

(10:09 pm IST)