Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પંજાબમાં ૧પ વર્ષ જુના ત્રણ પૈડાવાળા વાહનો પર પ્રતિબંધઃ પંજાબ સરકારની જાહેરાત

 પંજાબ સરકારએ ત્રણ પૈંડાવાળા વાહનો પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે જે ૧પ વર્ષ અથવા તેનાથી વધારે જુના છે ઇંધણથી ચાલે છે આ વાહનોની જગ્યા હવે ઇલેકટ્રીક અથવા કંમ્પ્રેશ્ડ નેચરલ ગેસ (સીએનજી) એન્જીન વાળા વાહન સડકો પર ઉતરશે ટેંડરસ્ટ પંજાબ મિશનના નિવેશક કે.એસ. પન્નુએ કહ્યું કે રાજયમાં મોટી સંખ્યામાં ત્રણ પૈંડાવાળા વાહન ૧પ વર્ષથી વધારે સમયથી ચાલી રહ્યા છે.

        એમણે કહ્યું કે પંજાબ પ્રદુષણ નિયંત્રણ બોર્ડએ પહેલા જ અમૃતસર, જલંધર, લુધિયાણા, ફતેહગઢ સાહિબ અને મોહાલી જિલ્લામાં ડીઝલ અથવા પેટ્રોલથી ચાલનારા નવા ત્રણ પૈંડાવાળા વાહનોનું નોંધણી પર પ્રતિબંધ લગાવ્યો છે.

        એમણે કહ્યું કે પટિયાલા અને ભટીંડા જિલ્લામાં ઓટો પર પ્રતિબંધ ચાલી રહ્યો છે પંજાબના પ્રમુખ શહેરોમાં સીએનજી આપૂર્તિ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યા છે એમણે આગળ કહ્યું કે ઉપાયુકતોએ જુના ઓટોને હટાવવા માટે પર્યાપ્ત ઉપાય કરવા માટે કહેવામાં આવ્યું છે.

(10:06 pm IST)