Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) હવે હિંદુ-મુસ્લિમ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે જે મુસ્લિમ ભારતના નાગરિક છે એમને કોઇ પરેશાની નથીઃ રક્ષામંત્રી રાજનાથસિંહનું મોટું નિવેદન

રક્ષામંત્રી રાજનાથસિંહએ કહ્યું જે મુસ્લિમ ભારતના છે એમને કોઇ પરેશાની નથી હવે આ સીએએને હિન્દૂ -મુસ્લિમ દ્રષ્ટિકોણથી જોવામા આવે છે.

એમણે  સીએએના સમર્થનમાં મેરઠમાં આયોજીત એક રેલીમાં કહ્યું કે જે મુસ્લિમ ભારતના છે એને કોઇ માઇનો લાલ રોકી નહી શકે. ભારતીય જનતા પાર્ટીની ક્ષેત્રીય રેલી દરમ્યાન રાજનાથએ કહ્યું કે સીએએ ખરડો ગઇ વખતે  અમારી પાસે રાજસભામાં બહુમત ન હોવાથી પસાર થયો ન હતો.

        એમણે કહ્યું કે અમારા પ્રધાનમંત્રી ધર્મથી ઇતર ન્યાયની વાત કરે છે ગાંધીજીએ પણ કહ્યું હતું કે ધર્મના આધાર પર વિભાજન ન થવું જોઇએ. રક્ષા મંત્રીએ કહ્યંુ કે અમે રાજનીતિ સરકાર બનાવવા માટે નહી પણ દેશ બનાવવા માટે કરીએ છીએ. જે મુસ્લિમ ભારતના છે એને કોઇ માઇનોલાલ પરેશાન નહી કરે.

એમણે કહ્યું કે થોડી પાર્ટીઓ હિંદુ-મુસ્લિમ કરીને સતાનો સ્વાદ ચાખે છે પણ અમારી પાર્ટી આવી નથી. પાકિસ્તાનમાં જો અલ્પસંખ્યકો સાથે ઉત્પીડન થાય તો ભારતએ સંવેદનશીલ બનવું પડે. જે મહાત્મા ગાંધીએ કહ્યું હતુ તે અમારી પાર્ટીએ કરી બતાવ્યુ.

(9:22 pm IST)