Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભાજપે લાગવ્યો મુસ્લિમ તૃષ્ટિકરણનો આરોપ : અશોક ચૌહાણે કહ્યું કોંગ્રેસ આવા કામ કરતી તહીં : આ બધો ભાજપનો ધંધો છે

નાગરિકતા સંશોધન કાયદાને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને સામને

મુંબઈ : નાગરિકતા સંશોધન કાયદાને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને સામને છે. કોંગ્રેસના નેતા અશોક ચૌહાણના નિવેદનને લઈને ભાજપે કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટીકરણનો આરોપ લગાવ્યો છે. ત્યારે આ અંગે અશોક ચૌહાણે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પલટવાર કરતા કહ્યું છે કે, કોંગ્રેસ ક્યારેય આવા કામો નથી કરતી, આ બધો જ ભાજપનો ધંધો છે

   અશોક ચૌહાણે વધુમાં કહ્યું કે, CAA લાગુ નહીં કરવાનો કોંગ્રેસ વર્કિંગ કમિટીનો નિર્ણય છે. આ કોઈ એક સમાજનો વિષય નથી. તેઓએ કહ્યું કે, CAAને પરાણે લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે બંધારણ વિરૂદ્ધનું છે. આ પ્રસંગે અશોક ચૌહાણે પોતાના નિવેદન અંગે પણ ચોખવટ કરી હતી

(8:09 pm IST)