Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

નાત જાતના ભેદભાવ વિના માનવ અધિકારોનું રક્ષણ કરવું જોઈએ : ભારતના નાગરિકતા ધારા અંગે યુ.એસ.સેનેટર બોબ મેનેનડેઝએ સ્ટેટ સેક્રેટરી માઈક પૉમ્પિઓને પત્ર લખી રજુઆત કરી

વોશિંગટન : ભારતમાં નાગરિકતા ધારા તથા રજીસ્ટર અંગે થઇ રહેલા હિંસક વિરોધને ધ્યાને લઇ અમેરિકાના સેનેટર તથા  સેનેટ કમિટી ઓન ફોરેન રિલેશન મેમ્બર બોબ મેનેનડેઝએ સ્ટેટ સેક્રેટરી માઈક પૉમ્પિઓને  પત્ર લખી આ અંગે રજુઆત કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
તેમણે  જણાવ્યા મુજબ નાત જાતના ભેદભાવ વિના ભારત દેશએ  દરેક નાગરિકોના માનવ અધિકારોનું રક્ષણ કરવું જોઈએ
ઉલ્લેખનીય છે કે ભારતના નવા નાગરિકતા ધારા અંતર્ગત વિદેશોમાંથી આવેલા અને ભારતમાં વસતા મુસ્લિમ સિવાયના તમામ લઘુમતિ કોમને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.

(8:03 pm IST)