Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

૨૦૨૨માં ગગનયાન લોંચ પૂર્વે માનવરહિત મિશન જશે

૨૦૨૧માં અંતરિક્ષમાં રોબોટ મોકલવામાં આવશે : હ્યૂમનોઇડ માનવોની જેમ જ વ્યવહાર કરવાના પ્રયાસો કરશે અને આપણને પરત રિપોર્ટ કરશે : વૈજ્ઞાનિક દયાલ

નવી દિલ્હી,તા.૨૨ : ઈશરોએ બુધવારે માનવરહિત અંતરિક્ષ મિશન ગગનયાનમાં મોકલવામાં આવનાર હ્યૂમનોઇડ વ્યોમમિત્રાનો વીડિયો જાહેર કર્યો. ઈશરોના વૈજ્ઞાનિક સૈમ દયાલે કહ્યું કે હ્યૂમનોઇડ મનુષ્યોની જેમ જ વ્યવહાર કરવાનો પ્રયાસ કરશે અને આપણને પરત રિપોર્ટ કરશે. આ અમે એક પ્રયોગ તરીકે કરી રહ્યા છીએ. ૧૯૮૪માં રાકેશ શર્મા રશિયાના અંતરિક્ષ યાનમાં બેસીને અંતરિક્ષ ગયા હતા. આ વખતે ભારતના એસ્ટ્રોનોટ્સ ભારતના અંતરિક્ષ યાનમાં બેસીને સ્પેસમાં જશે. ઈશરો ચીફ સિવને કહ્યું ગગનયાનના અંતિમ મિશનથી પહેલા ડિસેમ્બર ૨૦૨૦ અને જુલાઇ ૨૦૨૧માં અંતરિક્ષમાં મનુષ્ય જેવા રોબોટ મોકલવામાં આવશે. આ મનુષ્ય જેવા દેખાતા હ્યૂમનોઇડ રોબોટ હશે. અન્ય દેશ આવા મિશનથી પહેલા અંતરિક્ષમાં પશુઓ મોકલી ચૂક્યા છે. હ્યૂમનોઇડ શરીરના તાપમાન અને ધબકારા સંબંધિત ટેસ્ટ કરશે. સિવને જણાવ્યું કે ગગનયાન મિશન માટે જાન્યુઆરીના અંતમાં જ ૪ પસંદગીના એસ્ટ્રોનોટ્સને ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે.

             સિવને કહ્યું કે ગગનયાન માત્ર મનુષ્યોને અંતરિક્ષમાં મોકલવાનું મિશન નથી. આ મિશન આપણને આગળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર સહયોગ મેળવવામાં મદદ કરશે. તેમણે કહ્યું, - આપણે જાણીએ છીએ કે વૈજ્ઞાનિક શોધ, આર્થિક વિકાસ, શિક્ષણ, ટેક્નિકલ વિકાસ અને યુવાઓને પ્રેરણા દેવી એ બધા દેશોનું લક્ષ્ય છે. કોઇ ભારતીય દ્વારા અંતરિક્ષની યાત્રા આ બધી પ્રેરણાઓ માટે સૌથી ઉમદા પ્લેટફોર્મ છે. ૨૦૨૨માં ઈશરો માનવ મિશન ગગનયાન લોન્ચ કરશે. તેમાં ત્રણ ક્રૂ મેમ્બર સામેલ થશે. આ મિશનમાં ઈશરોકોઇ મહિલાને મોકલી રહ્યું નથી. તેના માટે ઈશરોએ મહિલાના ચહેરા વાળો હ્યૂમનોઇડતૈયાર કર્યો છે જેને વ્યોમમિત્રા નામ આપવામાં આવ્યુંછે. ઈશરોના ચેરમેન સિવને અમુક ન્યૂઝ વેબસાઇટ્સની ચર્ચામાં કહ્યું હ્યૂમનોઇડ મોટાભાગે તૈયાર છે.

(7:52 pm IST)