Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભારત મુલાકાત દરમિયાન પાકિસ્‍તાન જશો ? જેનો ડોનાલ્ડ ટ્રમ્પનો જવાબ સાંભળીને ઇમરાન ખાનનો ચહેરો ફિકો પડી ગયો

નવી દિલ્હી :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા પાકિસ્તાનના રસ્તામાં મોટું સંકટ બની રહી છે. જ્યારથી પાકિસ્તાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત મુલાકાતના સમાચાર સાંભળ્યા છે, ત્યારથી તેમની બેચેની વધી ગઈ છે. મંગળવારે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનની સાથે પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પને સવાલ પૂછવામાં આવ્યો કે, શું તેઓ ભારત મુલાકાત દરમિયાન પાકિસ્તાન જશે. ત્યારે ટ્રમ્પનો જવાબ સાંભળીને ઈમરાન ખાનનો ચહેરો ફિક્કો પડી ગયો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત મુલાકાતથી પાકિસ્તાન પરેશાન છે. ઈમરાન ખાનના પ્રયાસો છે કે, ટ્રમ્પ પાકિસ્તાનની મુકાલાત પર આવે. તેથી ઈમરાન ખાને ભારત જતા કે ત્યાંથી પરત ફરતા સમયે ટ્રમ્પને પાકિસ્તાન બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અમેરિકન રાષ્ટ્રપતિનું પાકિસ્તાનમાં જવુ મુશ્કેલ છે. સવાલ પૂછવા જવા પર ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાનને મોઢા પર જ કહી દીધું કે, પાકિસ્તાન નહિ જઉં. દાવોસમાં આ મુલાકાતથી જ પાકિસ્તાનની મુલાકાત કરી છે તેવુ સમજી લો.

ઉલ્લેખનીય છે કે, હાલ દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠક ચાલી રહી છે. જેમાં સામેલ થવા માટે ઈમરાન ખાન પણ દાવોસની મુલાકાત છે. બેઠકથી અલગ ઈમરાન ખાન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યા હતા. મોંઘવારી, આર્થિક વ્યવસ્થા, બેરોજગારી જેવા મુદ્દાઓ પર ઈમરાન ખાન પાકિસ્તાનમાં અસફળ રહ્યાં છે. કાશ્મીર મુદ્દાઓ પર પણ તેઓને દુનિયામાંથી સમર્થન મળ્યું નથી. આવામાં ટ્રમ્પનું ભારત જવું અને પાકિસ્તાન ન જવું મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે લોકો વધુ વેપાર કરી રહ્યાં છે. કેટલાક બોર્ડર પર અમારી સાથે કામ કરી રહ્યાં છે. ટ્રમ્પે કહ્યું કે, અમે તેને જોઈ રહ્યાં છે અને તેને ફોલો પણ કરી રહ્યાં છે. જુલાઈ 2019માં ઈમરાન ખાને વોશિંગ્ટનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી.

(4:43 pm IST)