Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરી બેન્ક એસોસિએશનના કર્મચારીઓની હડતાલના કારણે બે દિવસ બેન્કોમાં કામકાજ પ્રભાવિત રહેશે

નવી દિલ્હી :બજેટ 2020નું કાઉન્ટડાઈન શરૂ થઈ ગયું છે. આગામી સપ્તાના અંતમાં 1 ફેબ્રુઆરી, શનિવારના રોજ નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. બજેટની જાહેરાતને કારણે વેપારી આલમમાં હલચલ બની રહેશે. પરંતુ આ દરમિયાન દેશવાસીઓના માથે મોટું સંકટ આવી પડ્યું છે. કારણ કે, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી સુધી બેંકો બંધ રહેવાની છે. આ કારણે સામાન્ય નાગરિકો કફોડી સ્થિતિમાં મૂકાઈ શકે છે. એટલુ જ નહિ, આ દિવસો પગારના દિવસો હોવાથી, પગારની ચૂકવણીમાં પણ અસર પડી શકે છે.

હકીકતમાં ઈન્ડિયન બેંક એસોસિયેશને (Indian Banks Association-IBA)પોતાની કેટલીક માંગોને કારણે હડતાળ પર ઉતરવાનુ નક્કી કર્યું છે. એસોસિયેશનના કર્મચારીઓએ 31 ડિસેમ્બરથી 1 ફેબ્રુઆરી સુધી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. તેથી આ કર્મચારીઓ આ દિવસોમાં કામ નહિ કરે. હળતાળને પગલે બે દિવસ બેંકોમાં કામકાજ પ્રભાવિત રહેશે. 2 ફેબ્રુઆરીના રોજ રવિવારની રજા છે. આ રીતે બેંકો 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે.

IBA એ સેલેરીમાં વધારો કરવાનો પ્રસ્તાવ આપ્યો છે, જોકે માનવામાં આવ્યો નથી. યુનિયનના પગારમાં 20 ટકાનો વધારો કરવામાં અને સપ્તાહમાં 5 દિવસ કામ કરવાની માંગ કરી છે. આ માંગોને લઈને બેંક યુનિયનના એસોસિયેશને હડળાતની જાહેરાત કરી છે. આ પહેલા પણ 8 જાન્યુઆરીના રોજ કેટલાક બેંક કર્મચારી સંગઠનોએ હડળાત કરી હતી.

8 જાન્યુઆરી પહેલા 26 ડિસેમ્બરના રોત્ર ત્રણ સરકારી બેંકોના વિલયની વિરુદ્ધ સરકારી બેંકના કર્મચારીઓ અને અધિકારીઓની દિવસભર લાંબી હડળાત ચાલી હતી. જોકે, પગારમાં વધારાની માંગ પર કર્મચારીઓએ 21 ડિસેમ્બરના રોજ હડતાળ કરી હતી.

(4:42 pm IST)