Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

છાતી ઠોકીને કહું છું કે સીએએ પાછો નહી ખેંચાયઃ અમિતભાઇ શાહ

રાહુલ અને મમતાને આપ્યો પડકાર

લખનૌ : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે લખનૌમાં સીએએના સમર્થનમાં જાહેરસભા કરી જેમા તેમણે ફરીથી કહ્રયુ કે છાતી ઠોકીને  કહુ છુ કે સીએએ પાછો નહી ખેંચાય

શાહે નાગરિકતા કાનૂન બાબતે થઇ રહેલી હિંસા માટે  વિપક્ષોને જવાબદાર ઠેરવતા કહ્યુ કે  સપા, કોંગ્રેસ , બસપા, તૃણમુલ કોંગ્રેસ સીએએ વિરુધ્ધ પ્રચાર કરી રહ્યા છે. વિપક્ષો ખોટુ બોલી રહ્યા છે. કે સીએએેના લિધે દેશના મુસલમાનોની નાગરિકતા જતી રહેશે. તેમણે પડકાર ફેંકતા કહ્યુ કે મમતા દીદી  , રાહુલબાબા અખિલેશ યાદવ , ચર્ચા કરવા માટે  જાહેર મંચ પર આવો અમે ચર્ચા કરવા તૈયાર છીએ . સીએએની કોઇ પણ કલમ કોઇ મુસલમાન, લઘુમતિ કે અન્ય કોઇની નાગરિકતા છીનવતી હોય તો સાંભળી લો કે અમને જેટલી ગાળો આપવી હોય તે આપો, અમારા પક્ષને જેટલી ગાળો દેવી હોય તે દો પણ ભારતમાતા વિરુધ્ધ દેશમાં જે કોઇ પણ નારાઓ પોંકારશે. તેને જેલમાં નાખવામાં આવશે.

(3:49 pm IST)