Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

તીડના ઝુંડનો રાજસ્થાન સાથેની પાકિસ્તાન સીમાના ફેન્સીંગ ઉપર મુકામ

ઠંડીનું જોર વધતા અને રણની રેતી વધુ ઠંડી થતા

જોધપુરઃ ઠંડીના પ્રકોપથી બચવા તીડનું ઝુંડ ગુજરાતથી રાજસ્થાન બોર્ડર સુધી પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સીમા ઉપર લગાવેલ તારના ફેન્સીંગ ઉપર રાત પસાર કરે છે. ભારત દ્વારા તીડ નિયંત્રકો ફેન્સીંગ ઉપર પણ પેસ્ટીસાઇડનો સ્પે છાંટે છે. જયારે પાકિસ્તાન દ્વારા તીડ નિયંત્રણ માટે કોઇ પગલા લેવાતા નથી. એક પછી એક તીડના ઝુંડ આવ્યે જ રાખે છે. ૨૦ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં પાકિસ્તાનથી કરોડો તીડ આવી ચુકી છે. ઠંડીમાં રણના ઢોરાની રેતી વધુ ઠંડી થઇ જાય છે. જેથી તીડ લાંબા વૃક્ષો અને થાંભલાઓ ઉપર રહે છે પણ બોર્ડર ઉપર વૃક્ષ-થાંભલા ન હોવાથી તીડના ઝુંડોએ ફેન્સીંગને આશ્રય સ્થાન બનાવી લીધુ છે.

(3:33 pm IST)