Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

શાર્કના શરીરમાંથી મળ્યા માછલી પકડવાના હુકઃ હવાઇ યુનિવર્સિટીના અભ્યાસનું તારણ

૩૮ ટકા શાર્કના શરીરોમાંથી મળે છે હુક

નવી દિલ્હી,તા.૨૨: માણસોના પેટ ભરવાની સજા લાખો શાર્ક માછલીઓ ચુપચાપ ભોગવી રહી છે. એક રીસર્ચમાં બહાર આવ્યું છે કે લાખો શાર્કના શરીરમાં માછલી પકડવાના ઉપયોગમાં લેવાતા હુક ફસાયેલ છે. ઘણા વર્ષો સુધી તેમના શરીરમાં આ હુકો ફસાયેલા હોવાના કારણે આ શાર્ક માછલીઓમાં આંતરિક રકત સ્ત્રાવ થયા કરે છે.

રિસર્ચમાં એ વાત પણ બહાર આવી છે કે લગભગ ૩૮ ટકા શાર્ક માછલીઓના શરીરમાં આ પ્રકારના હુક અથવા માછલીઓના ઔદ્યોગિક શિકારમાં વપરાતા ઉપકરણો ફસાયેલા હોય છે. હવાઇ યુનિવર્સિટીના સમુદ્રી જીવ વિજ્ઞાન સંસ્થાનના નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે માછલીઓને પકડવા માટે ઉપયોગમાં લેવાતા આ હુક જળચર જીવો માટે મોટી સમસ્યા બની ગયા છે.

૨૦૧૧થી ૨૦૧૯ દરમ્યાન રિસર્ચ ટીમે તાહિતીની આસપાસના સમુદ્રના પાણીમાં ટાઇગર શાર્ક પર નજર રાખી હતી. આ દરમ્યાન હુક તેમનસ ચામડી પર તો કેટલાક મોઢામાં ફસાયેલ જોવા મળ્યા.

રિસર્ચ અનુસાર, માછલી પકડવા માટે તારનો ઉપયોગ થાય છે.

ઉપયોગ પછી તેને ત્યાં જ ફેંકી દેવાય છે.જે સમુદ્રની સપાટી પર અથવા તળીયે તરતા રહે છે. જે શાર્કની ચામડીમાં ખુચી જાય છે. અથવા તેના મોઢામાં કેટલાક તારતો શાર્ક ગળી પણ જાય છે.

રિસર્ચરો અનુસાર, કાર્બન સ્ટીલનો ઉપયોગ કરીને આ સમસ્યાનું થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે સ્ટેન લેસ સ્ટીલ સિવાયના બનાવાયેલ હુક પણ આખુ સમાછાન બની શકે છે.

(3:32 pm IST)