Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

આરએસએસની શાખાઓ બાબતે મોહન ભાગવતે વ્યકત કરી ચિંતા

સંગઠન શ્રેણીના કાર્યકર્તાઓને આપ્યા ખાસ નિર્દેશ

બરેલીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડોકટર મોહન ભાગવતે શાખાઓ  અંગે ચિંતા વ્યકત કરી છે. આંતરિક બેઠકમાં  તેમેણે સ્પષ્ટરીતે કહ્યુ કે  સંઘનુ કામ  હવે બે શ્રેણીઓમાં થશે. સંગઠન શ્રેણી અને જાગરણ શ્રેણી. સંગઠન શ્રેણીના કાર્યકર્તાઓનું કામ શાખાઓ પર ધ્યાન આપવાનુ છે.  જાગરણ શ્રેણીના કાર્યકરો પોતાના કામ ઉપર ધ્યાન આપે.

ડો. ભાગવત બે દિવસ માટે બરેલી આવ્યા હતા. તેમા વૃજ પ્રાંતના સંગઠન શ્રેણીના કાર્યકરોને બોલાવાયા હતા. જેમાં પ્રચારકો , સંઘચાલકો કાર્યવાહકો વગેરે હતા. આ બેઠકમાં સરસંઘચાલકે કહ્યુ કે સંઘનો હવે વિસ્તાર થયો છે. હવે સંઘ બધાને દેખાઇ રહ્યો છે. જાગરણ શ્રેણીનું કામ વધ્યુ છે. સાવર્જનીક કાર્યક્રમો થઇ રહ્યા હોવાથી સંઘ હવે દેખાઇ રહ્યો છે.  આના લીધે શાખાનુ કામ ઢીલુ પડતુ જાય છે. શાખા પર પુરૂ ધ્યાન આપો. સંગઠન શ્રેણીના કાર્યકરોએ જોવાનુ છે કે એક કલાકની શાખાના બધા કાર્યક્રમ થાય છે કે નહી શાખામાં આવનારા સ્વયંસેવકોની સંખ્યા વધારવાની છે.

તેમણે કહ્યુ કે કયા કાર્યકરે શુ કામ કરવાનુ છે તે પહેલાથી જ નક્કી છે પણ કયાક ગરબડ થઇ રહી છે કાર્યવાહે સંગઠન અને જાગરણ બંન્ને શ્રેણીના કાર્યકરો સાથે સમન્વય સ્થાપિત કરવાનો  છે. સંઘની શાખા એક કલાકની હોય છે. તેમા હિન્દુત્વ અને દેશપ્રેમના સંસ્કાર આપવામાં આવે છે. જાગરણ શ્રેણીનુ કામ વધવાના કારણે શાખાને મજબુત કરવા તરફનુ વલણ ઘટી રહ્યુ છે લોકોને શાખામાં લાવવા માટેના પ્રયાસો પહેલા જેટલા નથી થઇ રહ્યા. હવે તેના તરફ ધ્યાન આપવુ જોઇએ.

(3:31 pm IST)