Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઇમરાનખાનના લવારા

બોલિવૂડની ફિલ્મોના કારણે પાકિસ્તામાં સેકસ ક્રાઇમ વધ્યા છે

ઇસ્લામાબાદ તા.૨૨ : પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે ભારતની હિન્દી ફિલ્મોના કારણે પાકિસ્તાનમાં જાતીય અપરાધો બેફામ વધી રહ્યા હતા.

મિડિયા સાથે વાત કરતા ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનમાં સેકસ વિષયક અપરાધો વધી જવાનું મુખ્ય કારણ બોલિવૂડની હિન્દી અને હોલિવૂડની ફિલ્મો છે. એમાં દ્યટિયા જેવાં દ્રશ્યો અ્ને ઉશ્કેરનારી સામગ્રી પીરસાય છે.

તેમણે કહ્યું કે મોબાઇલ ફોન દ્વારા પાકિસ્તાનમાં બોલિવૂડ અને હોલિવૂડની ગંદકી ઠલવાય છે. સ્કૂલમાં ભણતા બાળકોને ડ્રગ્સ મળે છે અને મોબાઇલ દ્વારા ગંદી સામગ્રી પીરસાય છે જેને કારણે આ બાળકો ખોટે રસ્તે ચડી જાય છે.

પાકિસ્તાનમાં સગીર વયની બાળાઓ પર થતા અત્યાચારોની દ્યટના વધી રહી છે. સેકસ ક્રાઇમની દ્યટનાઓ પણ બેફામ થઇ રહી છે. એને તત્કાળ રોકવી જોઇએ નહીંતો એક આખી પેઢી બરબાદ થઇ જશે.

(3:30 pm IST)