Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

તિહાર જેલમાં બંધ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન પર સીબીઆઇએ 4 નવા કેસ કર્યા

ડી-કંપનીની ધમકીને કારણે અન્ડરવર્લ્ડ ડોનને વોર્ડ પરિસરની બહાર જવાની મનાઈ

નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ બ્યુરોએ તિહાર જેલમાં બંધ અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન અને તેના સાથીઓ વિરુદ્ધ 4 નવા કેસ નોંધાયા છે. સીબીઆઈએ આ કેસ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ગુનાહિત કાવતરાના આરોપ હેઠળ નોંધ્યા છે. હજી સુધી આ ચારેય કેસ મહારાષ્ટ્ર પોલીસે હેન્ડલ કર્યા હતા. પરંતુ હવે આ તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ ચાર વર્ષ પહેલા છોટા રાજનને 25 ઓક્ટોબર 2015 ના રોજ ઇન્ડોનેશિયાથી ધરપકડ કરવામાં આવી હતી. છોટા રાજન હાલમાં દેશની સલામત ગણાતી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તાજેતરમાં જ પોલીસને સમાચાર મળ્યા હતા કે દાઉદનો જુનો સાથી છોટા શકીલ છોટા રાજનની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારબાદ રાજનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડી-કંપનીની ધમકીને કારણે અન્ડરવર્લ્ડ ડોનને વોર્ડ પરિસરની બહાર જવાની મનાઈ છે.

(1:25 pm IST)