Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

છત્તીસગઢમાં સીઆરપીએફ જવાન સગર્ભાને 6 કિ.મી ખભા પર લઇને પહોંચ્યા હોસ્પિટલ

નક્સલવાદી જંગલમાં સીઆરપીએફ જવાન ભગવાન બની આવ્યા

બીજપુર : ફરી એકવાર સીઆરપીએફ જવાનોએ માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે. આ જોઇને તમારુ માથું તેમની સામે આદર સાથે નમી જશે અને છાતી ફૂલી જશે કે તમે તે દેશનાં નાગરિક છો જ્યા જવાન દેશ માટે દુશ્મનોની મોતની ભેટ આપી શકે છે અને મુસિબતમાં આવેલી દેશની પ્રજાની મદદ પણ કરી શકે છે.

  મામલો છત્તીસગઢનાં બીજપુરનો છે, જ્યાં અસરગ્રસ્ત નક્સલવાદી જંગલમાં સીઆરપીએફ જવાન સગર્ભા સ્ત્રીઓ માટે ભગવાન તરીકે સામે આવ્યા હતા. એક મહિલા કે જે પ્રસવ પીડાથી તડપી રહી હતી તેને દેશનાં જવાનોએ એક એક ખાટલા પર સુવાડી અનેતેને ખભા પર લઇને 6 કિલોમીટર ચાલીને હોસ્પિટલ પહોચ્યા હતા. હોસ્પિટલમાં પહોંચતા જ, મહિલાએ બાળકને જન્મ આપ્યો, બંને સ્વસ્થ છે અને આ ફક્ત આ સૈનિકોનાં કારણે જ શક્ય બન્યું છે, જો આ જવાનો સમયસર મહિલાને મદદ ન કરતા, તો સંભવતઃ હાલની સ્થિતિ ખરાબ બની શકતી હતી.

(1:22 pm IST)