Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મહારાષ્ટ્રના બદલાપુરમાં ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી : એક વ્યક્તિનું મોત: ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ પહોંચી

ઔદ્યોગિક વિકાસ નિગમ એમઆઈડીસી કેમ્પસમાં સ્થિત કંપનીમાં આગ લાગી

મહારાષ્ટ્રના થાણા જિલ્લાના બદલાપુરમાં આજે સવારે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના 5 વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા છે.

રાપ્ત માહિતી અનુસાર, આગ બદલાપુરમાં સ્થિત મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ એમઆઈડીસી કેમ્પસમાં સ્થિત એક કંપનીમાં લાગી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે વહેલી સવારમાં આગ લાગી હતી. હજુ સુધી આગના કારણો જાણવા મળ્યા નથી.

(1:14 pm IST)