Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પતિએ વોટસઅપ પર બુક કરીને બોલાવેલી કોલગર્લ પત્નિ જ નીકળી

પતિ અને પત્નિ બંનેનો આમનો સામનો થયો ત્યારે વાત બોલાચાલી અને મારામારી સુધી પહોંચી ગઈ અને પોલીસ બોલાવવી પડી

લખનૌ, તા.૨૨: ઉત્તરાખંડના કાશીપુરમાં એક એવી અજીબોગરીબ ઘટના સામે આવી છે જે સભ્ય સમાજ માટે કલંકરૂપ છે. આજકાલ અહીંના સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે. અહીં એક પતિને તેમની પત્નીના ચારિત્રને લઈને અને તે દેહવ્યાપાર કરતી હોવાની શંકા હતી. આથી તેણે પત્નીનો ભાંડો ફોડવા માટે મહિલા દલાલના માધ્યમથી એક કોલગર્લની ડિમાન્ડ કરી. પતિના આશ્ચર્ય વચ્ચે મહિલા દલાલે તેમને જે ફોટો મોકલ્યા હતા એમાં તેમની જ પત્નીનો ફોટો પણ હતો. પત્નીને ગ્રાહક તરીકે કોણ છે એની ખબર નહોતી આથી તે નક્કી કરેલી જગ્યાએ પહોંચી પણ ગઈ. અહીં જયારે પતિ અને પત્ની બન્નેનો આમનો સામનો થયો ત્યારે વાત બોલાચાલી અને મારામારી સુધી પહોંચી ગઈ અને પોલીસ બોલાવવી પડી. પોલીસની હાજરીમાં બન્નેએ એકબીજા સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

પતિની ડિમાન્ડ અનુસાર જયારે મહિલા દલાલે તેમની પત્નીને નક્કી કરેલી જગ્યાએ મોકલી આપી હતી, પરંતુ પત્ની જયારે એ જગ્યા પર ગઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે ગ્રાહક તરીકે બીજો કોઈ નહીં, પરંતુ તેનો જ પતિ હતો.

પતિએ પત્નીના ચારિત્રને લઈને ફરિયાદ કરી હતી તો પત્નીનું કહેવું હતું કે તેમની બહેનપણી સાથે પતિના આડા સંબંધો છે અને પતિ શંકા કરીને તેમને માર મારે છે. સ્થાનિક પોલીસ હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

(1:04 pm IST)