Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

વોડાફોનની એમ-પેસા પેમેન્ટ બેંક થઇ બંધ

તમારી રકમ હોય જમા તો સમયસર કાઢી લો

નવી દિલ્હી તા.૨૨: દેશમાં બેન્કિંગ સેવાઓ ઘરે-ઘરે પહોંચાડવા માટે ભારતીય રિઝર્વ બેંકે ૨૦૧૫માં પેમેન્ટ બેંકની શરૂઆત કરી હતી આ બેંકના લાઇસન્સ માટે દેશની ૪૧ કંપનીઓએ આરબીઆઇ ની અરજી કરી હતી પણ તેમાંથી ફકત ૧૧ ને લાઇસન્સ અપાયા હતા આ પેમેન્ટ બેંક માંથી એક એમ-પેસાનું કામકાજ બંધ થઈ ગયું છે એટલે હવે વોડાફોન પૈસાના ગ્રાહકોએ એક નિશ્ચિત સમયમાં પોતાના પૈસાથી તેમાંથી ઉપાડી લેવા પડશે

વોડાફોનએ એ સ્વેચ્છાએ પેમેન્ટ બેંક એમ પૈસા ને લિકવીટેડ  એટલે કે બંધ કરવાની અરજી આપી હતી ત્યાર પછી હવે રિઝર્વ બેંકે વોડાફોન એમ પૈસાના સીઓએને રદ કરી દીધુ છે. આરબીઆઇના આ  નિર્ણય પછી કંપની પ્રીપેઇડ  ચૂકવણાના ં કામ નહીં કરી શકે એનો અર્થ એ છે કે પેમેન્ટ બેંકનું કામકાજ બંધ થઈ ગયું છે જો કે ગ્રાહકો અથવા વેપારીઓ નો જો કંપની સામે કોઈ કાયદેસર નો દાવો હોય તો તે સીઓએ રદ થયાના ત્રણ વર્ષમાં એટલે કે ૩૦ સપ્ટેમ્બર સુધીમાં દાવો કરી શકે છે એટલે ચોખ્ખી વાત છે કે ગ્રાહકોએ લેન્ડલાઇન પહેલા પોતાના દાવાઓ ઉઠાવી લેવા પડશે અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આદિત્ય બિરલા આઈડિયા પેમેન્ટ બેન્ક લિમિટેડ એ બી આઈ પી સી એલ એ પણ આરબીઆઇને લિમિટેશન માટેની અરજી આપી હતી

આમ તો પેમેન્ટ બેન્કોને લોન્ચ કરવાનો ઉદ્દેશ સ્મોલ સેવિંગ એકાઉન્ટ હોલ્ડર્સ , લો ઈન્કમ હાઉસ હોલ્ડ (ઓછી આવકવાળા પરિવાર), અસંગઠિત ક્ષેત્ર  અસ્થાયી મજુરો  અને નાના ધંધાર્થીઓને  જોડવાનો છે. આના માટે આરબીઆઇએ નોન બેંકીંગ ફાઇનાન્સીયલ કોર્પોરેશન, મોબાઇલ ફોન સેવા  આપતી કંપનીઓ અથવા સુપરમાર્કેટ ચેન વગેરેને  પેમેન્ટ બેંક ચાલુ કરવાની છુટ આપી છે. આ બેંકોને મોટી રકમ સ્વીકારવાની છુટ નથી. આ ઉપરાંત આ બેંકોને લોન ન આપી શકે જો કે એટીએમ / ડેબીટકાર્ડ બહાર પાડી શકે છે. પણ ક્રેડીટ કાર્ડ ન આપી શકે.

(1:03 pm IST)