Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

શિવસેના અને આજસુ બાદ હવે અકાલી દળ પણ ભાજપ સાથે છેડો ફાડશે : ચર્ચાનો ચગડોળ ચાલુ

બાદલ ઘરાના તમામ વિરોધ છતાં ભાજપને અલવિદા નથી કહી શકતું ? અનેક તર્કવિતર્ક

નવી દિલ્હી : હરિયાણા બાદ દિલ્હીમા પણ ભાજપ અને અકાલીદળ વચ્ચેનું ગઠબંધન ગમે તે ઘડીએ પડી ભાંગે તેવી સ્થિતિ છે. તેમજ જો આ ગઠબંધન તૂટે તો મહારાષ્ટ્રમા શિવસેના અને ઝારખંડમાં આજસુ બાદ પંજાબમા આ ત્રીજો પક્ષ હશે જેમણે પોતાને ભાજપથી ખુદને અલગ કરી દીધો છે. છેલ્લા ૨૨ વર્ષની ભાજપ અને અકાલી દળનું ગઠબંધન છે પરંતુ હવે ગઠબંધન તુટવાની કગાર પર છે.

ગઠબંધન વિધિવત રીતે તોડવાની પહેલ કરવાની બંને પક્ષોની પોત પોતાની મજબુરી અને રાજનીતિ છે. તેવા સમયે બંને પાર્ટીઓના નેતા વેન્ટીલેટર આવેલા સબંધોને જીવતા રાખવાની કવાયત પણ કરી રહ્યા છે

  શિરોમણી અકાલી દળની કમાન બાદલ ઘરાના જોડે છે અને અકાલી સરપરસ્ત પ્રકાશસિંહ બાદલની વહુ તથા પ્રધાન સુખબીરસિંહ બાદલની પત્ની અને બાદલના ખાસ વિક્રમસિંહ મજેઠીયાની બહેન હરસીમરત સિંહ કૌર બાદલ કેબીનેટમા મંત્રી છે. આ સૌથી મોટું કારણ છે કે બાદલ ઘરાના તમામ વિરોધ છતાં ભાજપને અલવિદા નથી કહી શકતું. તેની પાછળ સત્તાના મોહ ઉપરાંત ઘણું બધું છે.

 વિક્રમસિંહ મજેઠીયા પર ઇડીની તલવાર લટકી રહી છે. તેમજ તેમની પર સીબીઆઈ ગમે ત્યારે શકંજો કસી શકે તેમ છે. તેમજ ગુરુ ગ્રંથ સાહેબની બેઅદબી ઘટનાઓમા અકાલી દળની સંદેહાસ્પદ ભૂમિકાની વિભિન્ન એજન્સીઓ ધ્યાનમા છે.શીરોમણી અકાલી દળ આજે ઈતિહાસના એવા નાજુક મોડ પર છે. જે નેતાઓના દમ પર પ્રકાશસિંહ બાદલે મજબુત કરીને પાંચ વાર સત્તા હાંસલ કરી તે નેતાઓ ધીરે ધીરે અલગ થઈ ગયા અને અથવા તો તેમને હાંસિયામા ઘકેલી દેવામા આવ્યા છે.

તેમજ જો અકાલી દળ અને ભાજપનું ગઠબંધન તૂટશે તો પંજાબની આગામી ચુંટણીમા તેનો સૌથી વધુ ફાયદો કોંગ્રસને થવાનો છે. તેમજ થોડા અંશે આમ આદમી પાર્ટીને પણ ફાયદો થવાનો છે.

(12:08 pm IST)