Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગૃહમંત્રી શાહનો નિર્દેશ

૩ મહિનામાં શરૂ થશે રામ મંદિર નિર્માણ કાર્ય

લખનૌ,તા.૨૨: કેન્દ્રીફ ગૃહપ્રધાન અમિત શાહે જાહેરાત કરી કે ત્રણ મહિનામાં અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભુમિના સ્થળ પર મંદિર નિર્માણ શરૂ થઇ જશે. તેમણે મંદિર મુદ્રા પર પણ વિપક્ષોને કઠેડામાં ઉભા રાખતા હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે સેંકડો વર્ષ પુરાણા આ મામલાને કોંગ્રેસ સહિતના વિપક્ષો લટકાવી રાખવા માંગતા હતા. પણ મોદી સરકારના પ્રયત્નોની સુપ્રીમકોર્ટમાં આ કેસની ઝડપી સુનાવણી થઇ. આપણા લોકોનું જીવન ધન્ય છે કે આપણા જીવનકાળમાં અયોધ્યામાં ગગનચૂંબી રામમંદિર બનવા જઇ રહ્યું છે.

અમિત શાહ ગઇ કાલે અહીંયા બંગલા બજારમાં રામકથા પાર્કમાં સીએએના સમર્થનમાં આયોજીત રેલીમાં બોલી રહ્યાં હતા. તેમણે કહ્યું કે સુપ્રિમ કોર્ટમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કેટલીય વાર રામ મંદિરની સુનાવણીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે શ્રી રામ જન્મભુમિ પર બનનાર ગગનચુંબી મંદિરમાં જ્યારે રામલાલ બિરાજમાન થઇ જશે તે દિવસે આપણુ જીવન ધન્ય થઇ જશે. સુપ્રિમ કોર્ટના નિર્ણયથી બનનાર રામમંદિરનો પણ કોંગ્રેસ, અખિલેશ અને માયાવતી કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે પાંચસો વર્ષ પહેલા ભગવાન રામનું મંદિર આક્રમણ કારીઓએ તોડી નાખ્યું હતું. મંદિર નિર્માણ માટે સતત આંદોલનો થતા રહ્યા. જયાં સુધી કોંગ્રેસની સરકાર હતી. ત્યાં સુધી તેણે રામમંદિરનું નિર્માણ ન થવા દીધું. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ કોર્ટમાં કહેતા સુપ્રિમ કોર્ટમાં જલ્દી સુનાવણી શરૂ કરવાની કોશિષ થઇ તો પણ સિબ્બલે  ઘણી વાર વાંધો ઉઠાવ્યો શાહે કહ્યું કે પ્રજાએ ૩૦૩ બેઠકો સાથે ફરીથી મોદી સરકાર બનાવી તો કેન્દ્રના પ્રયાસથી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી ઝડપી બની.

(11:26 am IST)