Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભારતમાં પણ એલર્ટ

ચીનનો કોરોના વાયરસ અમેરિકા પહોંચ્યો, સામે આવ્યો પહેલો કેસ

વોશિંગટન, તા.૨૨: ચીનમાં હાલમાં ખૂબ જ ઝડપથી કોરોના વાયરલ ફેલાઈ રહ્યો છે, જેના કારણે ત્યાં લોકોને સાર્સ નામની બીમારી થઈ રહી છે. કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધી ૯ લોકોનાં મોત થયા છે અને ૪૪૦ લોકો તેનાથી પ્રભાવિત છે. આ વાયરસ ચીનના વુહાન શહેરથી ફેલાઈને હવે અમેરિકા સુધી પહોંચી ગયો છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે ચીનમાં ફેલાયેલા નવા વાયરસનો પહેલો કેસ નોંધાયો હોવાનો જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે, પીડિતની ઉંમર ૩૦દ્મક ૩૫ વર્ષની વચ્ચે છે અને તે વુહાનથી અમેરિકા આવ્યો છે. જોકે, તે વુહાનના સીફુડ બજારમાં નહોતો ગયો જે વાયરસ સંક્રમણનું કેન્દ્ર છે. તેઓએ જણાવ્યું કે, વ્યકિત ગંભીર સ્થિતિમાં નથી, તેને તકેદારીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ વાયરસને ધ્યાને લઈ ભારતમાં પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એડવાઇઝરી બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરપોર્ટ્સને ચીનથી આવતાં મુસાફરોની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. કોરોના વાયરસના સ્ક્રીનિંગ માટે તમામ એરપોર્ટ્સને તાત્કાલીક લાઙ્ખજિસ્ટિક સપોર્ટની વ્યવસ્થા ઊભી કરવા માટે કહેવામાં આવ્યું છે. જે મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે તેમાં હોંગકોંગથી ભારત પહોંચનારા પ્રવાસી પણ સામેલ છે.

ષ્ણ્બ્ મુજબ, કોરોના વાયરસ સી-ફૂડથી જોડાયેલો છે. કોરોના વાયરલ વિષાણુઓના પરિવારનો છે અને તેનાથી લોકો બીમાર પડી રહ્યા છે. આ વાયરસના કારણે દર્દીઓમાં સામાન્ય રીતે શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા પ્રારંભિક લક્ષણો જોવા મળે છે. ત્યારબાદ તે લક્ષણ ન્યૂમોનિયમાં ફેરવાઈ જાય છે અને કિડનીને નુકસાન પહોંચાડે છે. હજુ સુધી આ વાયરસનો સામનો કરવા કોઈ વેકસીન નથી બની.

સાર્સ શું છે?ષ્ણ્બ્ મુજબ, સાર્સ શ્વાસની એક બીમારી છે, જે કોરોના વાયરસથી થાય છે. કોરોના વાયરસ વિષાણુઓના પરિવારનો છે. તે વાયરસ ઊંટ, બિલાડી કે ચામાચીડિયા સહિત અનેક પશુઓમાં પણ પ્રવેશ કરી રહી છે.

(10:22 am IST)