Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

CAA અને NRC પર રાજકીય વિવાદ વચ્ચે

હવે NPR પર રાજકીય યુધ્ધ! કોંગી રાજયો કરશે અસહયોગ

નવી દિલ્હીઃ તા.૨૨: નાગરિકતા સુધારા કાયદો (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (NRC) પર રાજકારણ ગરમાયા પછી રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR) પર કોંગ્રેસે મુદ્દો હાથમાં લેવાના સંકેત આપ્યા છે. જે રાજયોમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં NPR અપડેટની પ્રક્રિયામાં કોંગ્રેસ 'અસહયોગ' દર્શાવીને ભાજપને દબાવવાની કોશિશ કરી શકે છે. કેરળ સરકાર પહેલા જ આવું કરી ચૂકી છે, કે તેઓ એપ્રિલથી શરુ થઈ રહેલા NPRનો ભાગ નહીં બને. હવે તમામની નજર વિરોધી પક્ષો પર રહેશે કે તેમનું આ મુદ્દા પર શું વલણ રહે છે.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે NRCનું આગામી પગલું NPR છે, એવામાં આ પ્રક્રિયા અમારું અસહયોગનું વલણ રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે NPR પ્રક્રિયામાં રાજયોની ભૂમિકા મહત્વની રહેશે. એવામાં જો રાજયો સહયોગ નહીં કરે તો ફભ્ય્ના મૂળ ઉદ્દેશ સુધી પહોંચવું મુશ્કેલ બની રહેશે.

હવે કોંગ્રેસ પ્રવકતા કપિલ સિબ્બલે ફભ્ય્ને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું, 'NPR પ્રક્રિયા ૧ એપ્રિલ, ૨૦૨૦થી લાગુ કરવા અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. CAAને પણ ત્યારે લાગુ કરવામાં આવી શકે છે, જો દરેક ઘરે જઈને NPR પ્રમાણે ગણતરી કરવામાં આવે, જે ૧ એપ્રિલથી શરુ થશે. એવામાં તે આજે કોઈ મુદ્દો નથી. CAA પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જો કોર્ટ તેના પર મોહર લગાવે તો દરેક તેને માનવો પડશે.'

કોંગ્રેસનું આ વલણ ૧૧ જાન્યુઆરીએ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક પછી સ્પષ્ટ થયો છે. CAA-NRC-NPR પર કોંગ્રેસે કહ્યું, 'CAA પરત લેવાવો જોઈએ અને NPR પ્રક્રિયા પણ રોકી દેવી જોઈએ. કોંગ્રેસ ચીફ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે NPR ૨૦૨૦ તો ફય્ઘ્નો જ સ્વાંગ છે.

NPR ભારતમાં રહેતા સ્વાભાવિક નિવાસિઓનું એક રજિસ્ટર છે. તેને ગ્રામ પંચાયત, તાલુકા, રાજય અને રાષ્ટ્રીય સ્તર પર તૈયાર કરાય છે. નાગરિકતા કાયદો, ૧૯૫૫ અને સિટિઝનશિપ રુલ્સ, ૨૦૦૩ની જોગવાઈ હેઠળ આ તૈયાર થાય છે. દેશમાં રહેતા લોકોની ઓળખ અને અન્ય માહિતીના આધારે તેનો ડેટાબેઝ તૈયાર કરવાનો મહત્વનો ઉદ્દેશ્ય હોય છે. સરકાર પોતાની યોજનાઓ તૈયાર કરવા, છેતરપિંડી રોકવા માટે દરેક પરિવાર પર સ્કીમો લાભ પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરે છે.

(10:19 am IST)