Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સીએએના વિરોધનો લાભ લઇ પાક. આતંકીઓને ઘુસાડવાની ફિરાકમાં

પંજાબ, કાશ્મીર સહિતના પાકિસ્તાન સરહદે આવેલા રાજયોમાં સૈન્યને સતર્ક કરી દેવામાં આવ્યું

નવી દિલ્હી, તા.ગુપ્તચર સંસ્થાઓને એવો રિપોર્ટ મળ્યો છે કે પાકિસ્તાન હાલ ભારતમાં જે સીએએનો વિરોધ ચાલી રહ્યો છે તેનો લાભ લઇને આતંકીઓને ઘુસાડી શકે છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ પંજાબ, કાશ્મીર સહિતના પાકિસ્તાન સરહદે આવેલા રાજયોમાં સૈન્યને સતર્ક કરી દેવામાં આવ્યું છે. બીએસએફ અને પંજાબ પોલીસના અધિકારીઓએ એક બેઠક બાદ ભારત અને પાક. સરહદે સુરક્ષા વધારી છે સાથે તપાસ અભિયાન શરૂ કરી દીધુ છે.

સરહદી જિલ્લાઓમાં રાત્રે પેટ્રોલિંગ વધારી દેવાયું છે અને એકદમ નજીક આવેલા ગામડાઓ પર નજર રાખવામાં આવી રહી છે. ઇંટેલિજન્સ સુત્રોના જણાવ્યા અનુસાર આ જ પ્રકારનું એલર્ટ રાજસ્થાન, ગુજરાત, જમ્મુ કાશ્મીરમાં પણ આપવામા આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૩૦૦૦ કિમી લાંબી સરહદ આવેલી છે જેમાં ૫૫૦ કિમી વિસ્તાર પંજાબમાં આવેલો છે.

થોડા દિવસો પહેલા તસ્કરો પાસેથી વિસ્ફોટક સામગ્રી, હિથયારો અને નશીલા પદાર્થો મળી આવ્યા હતા જેથી પંજાબ બહુ સમય પહેલા જ એલર્ટ થઇ ગયું હતું. હાલ ઠંડી પણ વધુ હોવાથી પેટ્રોલિંગ કરવામાં કેટલીક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ ધુમ્મસનો લાભ લઇને પણ આતંકીઓ દ્યુસણખોરીનો પ્રયાસ કરી શકે છે.

બીજી તરફ એવા પણ અહેવાલો છે કે અયોધ્યામાં આઇએસઆઇએસ મોટા હુમલાનું કાવતરૃં દ્યડી રહ્યું છે. આતંકીઓના એજન્ટે સીએએનો હાલ જે વિરોધ ચાલી રહ્યો છે તેની જાણકારી પણ પોતાના આકાને મોકલી છે. એવા અહેવાલો છે કે આતંકીઓ સીએએના વિરોધ અને સમર્થનમાં જે રેલીઓ નીકળી રહી છે તેનો લાભ લઇને ગમે ત્યારે ઘુસણખોરી કરી શકે છે.

બનારસમાંથી એક આઇએસના એજન્ટે પૂછપરછમાં ઘણા ખુલાસા થયા છે. આગરા, બનારસ, પ્રયાગરાજ અને ગોરખપુરના મુખ્ય સ્થળો તસવીરો મળી છે. આ પહેલા તે અયોધ્યા અને રામ જન્મભૂમિ જેવા વિસ્તારોની તસવીરો અગાઉ જ પાકિસ્તાનને મોકલી ચુકયો છે. ગયા વર્ષે જ તે અયોધ્યા આવ્યો હતો.

(10:19 am IST)