Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

હવે વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું વસ્તી નિયંત્રણ કાયદો ખુબ જરૂરી

દેશમાં હિન્દુઓનો ઘટે છે વસ્તીહિંદુઓ અમે બે અમારા એકનો નારો અનુસર્યો

 

નવી દિલ્હી : દેશમાં વસ્તીનિયંત્રણ કાયદાને લઇને ચોતરફ ચર્ચા ચાલી રહી છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ વસ્તીનિયંત્રણ કાયદો બનાવવાની માંગણી કરી છે. પ્રયાગરાજમાં સંત સંમેલન દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ આલોકકુમારે જણાવ્યું કે વસ્તીનિયંત્રણ કાયદો ખૂબ જ જરૂરી છે. દેશમાં હિન્દુઓની વસ્તી સતત ઘટી રહી છે. સરકારે અમે બે, અમારા બે નો નારો આપ્યો. તો હિન્દુઓએ અમે બે અમારા એક નો નારો અનુસર્યો. જ્યારે કે મુસલમાનોમાં 4 અને 40 થઇ ગયા

વીએચપી અધ્યક્ષ આલોકકુમારે કહ્યું કે આપણા ટેક્સના પૈસાનો ઉપયોગ વધુ બાળકો પેદા કરનારા ધાર્મિક સમુદાયની સબસિડીમાં થઇ રહ્યો છે..નવા બાળકોના જન્મદરમાં 52 ટકાથી વધુ બાળકો મુસ્લિમોના છે. આથી હવે દેશમાં વસ્તીનિયંત્રણ કાયદો લાગુ કરવાની તાતી જરૂર છે તેમ આલોકકુમારે જણાવ્યું છે.

(12:17 am IST)