Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

હવે એટીએમ કાર્ડ વગર પણ પૈસા કાઢી શકાશેઃ આઇસીઆઇસીઆઇ બેન્કએ શરૂ કરી નવી શાનદાર સુવિધાઃ ગ્રાહક સેવામાં એક કદમ આગળ

            પોતાની બેહતરીન અને ડીજીટલ સુવિધાઓ માટે જાણીતી આઇસીઆઇસીઆઇ બેંકએ પોતાના ગ્રાહકોને નવી શાનદાર સુવિધાની ભેટ આપી છે. બેંકએ પોતાના એટીએમથી  કાર્ડલેસ કેશ વિડ્રોલ સૂવિધા શરૂ કરવાની ઘોષણા કરી. સેવા દ્વારા ગ્રાહક બેંકની મોબાઇલ બેંકીંગ એપ્લીકેશન આઇમોબાઇલ પર અનુરોધ કરી બેંકના ૧પ૦૦૦ થી વધારે એટીએમથી રોકડી કાઢી શકશે.

            ડેબિટ કાર્ડના ઉપયોગ કર્યા વગર રોકડ કાઢવાની એક સરળ અને સુવિધાજનક રીત છે. જાણકારોના જણાવ્યા મુજબ કાર્ડલેસ કેશ વિડ્રોલ સેવાનો ઉપયોગ સ્વ-નિકાસી માટે કરી શકાય છે. ખાસ કરીને જયારે ગ્રાહક ડેબિટ કાર્ડ સાથે રાખવા ઇચ્છુક નથી હોતા સુવિધાને લઇ દૈનિક લેણદેણ સીમાની સાથે સાથે લેણદેણની સીમા ર૦૦૦૦ રૂપિયા પર સેટ કરવામાં આવી છે.

(12:00 am IST)