Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં ગેરકાનુની બાંગ્લાદેશીના લગભગ ર૦૦ કાચા મકાનો પાડવામાં આવ્યાઃ ર૦૦ પરિવારો બેઘરઃ હવે તપાસ થશે.

           કર્ણાટકની રાજધાની બેંગ્લુરૂમાં લગભગ ર૦૦ કાચા ઘર પાડી નાખવામાં આવ્યા. લગભગ ર૦૦ પરિવારો બેઘર બન્યા. બેંગલુરૂની કરિયમ્મન અગ્રહારા ક્ષેત્રમાં કાર્યવાહી કરવામાં આવી. કર્ણાટક સરકારના મુતાબિક કાચા ઘરોમાં બાંગ્લાદેશી ગેરકાુની રીતે રહેતા હતા.

            ખબરોના મુતાબિક કાર્યવાહી ૧૮ જાન્યુઆરીના કરવામાં આવી ન્યુઝ એજન્સી એએનઆઇએ આની જાણકારી આપી છે. પોલીસના મુતાબિક લોકો અસ્થાયી રીતથી કાચા ઘરોનું નિર્માણ કરી રહ્યા હતા. આને લઇ એમના ઘરો પર બુલડોઝર ચલાવી દેવામાં આવેલ.

            ખબરના મુતાબિક એમના ઘરોને હટાવતાં પહેલા વિસ્તારમાં વિજળી અને પાણીની સપ્લાઇ બંધ કરી દેવામાં આવી હતી. જયાં એક તરફ પોલીસ લોકોને ગેરકાનુની બાંગ્લાદેશી કરાવી રહી છે. તો ત્યાં ઝુગ્ગી વસ્તીમાં રહેવાવાળા લોકોનું કહેવું છે કે  એમણે પોતાના દસ્તાવેજ દેખાડવાની અનુમતી નથી આપવામાં આવી વધારે લોકોનો દાવો છે કે તે લોકો પૂર્વોતર રાજયોથી અહી આવ્યા હતા.

(12:00 am IST)