Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

પશ્ચિમ બંગાળ પણ સીએએ વિરોધી પ્રસ્તાવ રજૂ કરશે

૨૭મીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાયું : ૨૭મીએ બપોરે બે વાગે પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ થશે

કોલકાતા, તા. ૨૧ : નાગરિક સુધારા કાનૂન (સીએએ)ના વિરુદ્ધ દેશભરના અનેક રાજ્યોમાં પ્રદર્શન જારી છે. કેરળ અને પંજાબની વિધાનસભામાં સીએએ વિરોધી પ્રસ્તાવ રજૂ પસાર કરવામાં આવી ચુક્યો છે. કેરળ અને પંજાબ બાદ હવે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ૨૭મી જાન્યુઆરીના દિવસે કાનૂન વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવાની તૈયારી થઇ ચુકી છે. આના માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તૃણમુલ કોંગ્રેસ ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શરૂઆતથી જ આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. મમતા બેનર્જીએ પોતે સીએએના વિરોધમાં રેલીઓ કરી ચુક્યા છે. પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ પણ મમતા બેનર્જીને કહ્યું હતું કે, તેઓએ આ કાનૂનને પરત ખેંચવાની માંગ વડાપ્રધાન મોદીને કરી છે. હવે મમતા બેનર્જીની સરકાર રાજ્યની વિધાનસભામાં સીએએના વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે.

                આ સંદર્ભે ૨૭મી જાન્યુઆરીના દિવસે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. ૨૭મી જાન્યુઆરીના દિવસે બપોરે બે વાગે વિધાનસભામાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવનાર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શરૂઆતથી જ  આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે. તેમની પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં અલગ અલગ ભાગોમાં સીએએના વિરોધમાં રેલીઓ પણ કરી છે. મમતા બેનર્જીએ પોતે આ રેલીઓમાં ચાલતા માર્ચની આગેવાની કરી ચુક્યા છે. મમતા બેનર્જીએ અન્ય રાજ્યોને પણ સીએએ વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની માંગ કતરતા કહ્યું હતું કે, હું દેશમાં વિપક્ષ શાસિત રાજ્યો તતા પૂર્વોત્તરના તમામ રાજ્યોની સરકારને અપીલ કરવા માંગું છું કે, એનપીઆરને લઇ કોઇપણ નિર્ણય પર પહોંચતા પહેલા તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચી લે.

(12:00 am IST)