Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

" બાજરાના રોટલા અને રીંગણાનું શાક " : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ.ના ઉપક્રમે 26 જાન્યુઆરી 2020 ના રોજ ઉજ્વાનારો શાકોત્સવ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી :  શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ યુ.એસ.એ. 205 સ્પ્રિંગવેલી પરામસ ન્યૂજર્સી કોન્ટેક નં ( 201 ) 882-5815 ના ઉપક્રમે 26 જાન્યુઆરી 2020 ના રોજ  ભવ્ય  શાકોત્સવ ઉજવાશે .જેમાં બાજરાના રોટલા અને રીંગણાનું શાકનો ભોજન પ્રસાદ આરોગવા સહુ ભક્તોને સપરિવાર મિત્રમંડળ સહીત પધારવા આમંત્રણ પાઠવાયું છે.આ પ્રસંગે પૂજ્ય ભગવતસ્વરૂપદાસજી સ્વામી તથા પૂજ્ય આનંદપ્રિયદાસજી સ્વામી હાજરી આપશે.

ઉત્સવની ઉજવણી અંતર્ગત બપોરે 4-30 થી રાત્રીના 8 વાગ્યા દરમિયાન યોજાનારા કાર્યક્રમમાં ,4-30 કલાકે કીર્તન ભક્તિ ,સાંજે 5 વાગ્યે કથા વાર્તા ,5-30 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ ,6-45 કલાકે આરતી તથા પ્રાર્થના ,7-15 કલાકે ભક્તિ મહિલા મંડળ ,તથા શાકોત્સવ ભોજન પ્રસાદનું આયોજન રાખેલ છે.તેવું ગુરુકુળની યાદી જણાવે છે.

(2:35 pm IST)