Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

૧ર રાજયોની જીડીપી વૃદ્ધિ દર રાષ્ટ્રીય જીડીપી વૃદ્ધિ દર કરતા વધારેઃ ક્રિસીલ

રેટીંગ એજન્સી ક્રિસીલના જણાવ્યા પ્રમાણે ર૦૧૭-૧૮ દરમ્યાન ૧ર રાજયોની જીડીપી વૃદ્ધિ દર રાષ્ટ્રીય જીડીપી વૃદ્ધિ દર ૬.૭ ટકાથી વધારે રહ્યો જયારે ૧ર રાજયોમાંથી  ૧૧ માં રોજગાર આપવાવાળા ક્ષેત્રોના વૃદ્ધિદરમાં ઘટ જોવા મળી.  જયારે આ દરમ્યાન ઓછી આવકવાળા અને વધારે આવકવાળા રાજયો વચ્ચે પ્રતિ વ્યકિત આવકનું અંતર વધારે રહ્યું.

(10:32 pm IST)
  • બનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST

  • BJP ના ધારાસભ્યનું માથુ લાવોઃ લઇ જાવ ૫૦ લાખ : બસપાના પૂર્વ ધારાસભ્ય વિજય યાદવનું એલાનઃ માયાવતી વિષે જેમ તેમ બોલનાર સાધના સિંહનું કોઇ માથુ કાપીને લાવશે તો હું તેને ૫૦ લાખ આપીશઃ ભાજપે માયાવતી અને દેશની માફી માંગવી જોઇએ નહિતર અમે આંદોલન કરશું access_time 3:32 pm IST

  • અમદાવાદમાં પ્રદુષણ વધ્યુઃ આંક ૩૦૭ નોંધાયોઃ ''ખુબ જ ખરાબ'' શ્રેણી અમદાવાદમાં પ્રદુષણ આંક ૩૦૭ નોંધાતા ''ખુબ જ ખરાબ'' ની શ્રેણીમાં આવી ગયુ છે. શહેરના નવરંગપુરા, રખીયાલ અને ચાંદખેડામાં પરિસ્થિતી સૌથી ખરાબ છે access_time 3:32 pm IST