Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

સુશીલ મોદી ચૂંટણી લડેઃ અમારો અદના કાર્યકર્તા હરાવશેઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યુ છે કે તે બીજેપીના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીને લોકસભા ચૂંટણી લડવાનો પડકાર  કરે છે. અને એમને તો રાલોસપાનો સામાન્ય કાર્યકર્તા પણ હરાવવા સક્ષમ છે. કુશવાહાએ  કહ્યું  સુશીલ મોદી હંમેશા ચૂંટણી લડવામા સંકોચ અનુભવે છે. અને વિધાન પરિષદનો રસ્તો પસંદ કરે છે.

(10:31 pm IST)
  • બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 978 જેટલા વર્ગખંડ અને 800 જેટલા ટોયલેટ ખખડધજ :જિલ્લા શિક્ષણ સમિતિના મહિલા ચેરમેને કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત:વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું :ખખડધજ હાલતમાં કલાસરૂમ અને ટોયલેટનું સમારકામ અને નવા બનાવવા રજૂઆત access_time 1:05 am IST

  • બિહારની બેટીએ અમેરિકામાં ગીતા સાથે લીધા સેનેટર તરીકે શપથ: જય હિંદનો સૂત્રોચ્ચાર કર્યા : બિહારના મુંગેરમાં જન્મેલી મોના દાસ પ્રથમ પ્રયાસમાં અમેરિકામાં વોશિંગ્ટન રાજ્યના 47માં જિલ્લાની સેનેટર બની : ડેમોક્રેટિક પાર્ટીની સભ્ય મોનાએ અમેરિકા સીનેટમાં હિંદૂ ધર્મગ્રંથ ગીતાની સાથે તેના પદની શપથ ગ્રહણ કર્યા હતા access_time 1:13 am IST

  • પ્રયાગરાજના કુંભમેળામાં 'પોષ પૂર્ણિમા'ના પાવન પ્રસંગે 1 કરોડથી વધુ ભાવિકોએ લગાવી શ્રદ્ધાની ડૂબકી:કુંભ મેળાના આયોજક અધિકારી કિરણ આનંદે કહ્યું કે કુંભ મેળાના બીજા સ્નાન પર્વ પોષ પૂર્ણિમાના પ્રસંગે 1 કરોડ 7 લાખ લોકોએ સ્નાન કર્યું હતું access_time 1:13 am IST