Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

સિગારેટ અને તમાકુની લત ઘરબેઠા જ છોડી શકાયઃ પાણીમાં ખજુર નાખીને પીઓ, કારેલાનો રસ પીઓ, હરડે ખાવાનું શરૂ કરી દો

મુંબઇઃ દારૂની લત છોડાવવા માટે ખજૂર ખૂબ જ ગુણકારી છે, દરરોજ સવારે અને સાંજે પાણીમાં ખજૂર નાખીને પીવી જોઈએ. દરરોજ સવારે કારેલાનો રસ પીવાથી દારૂની લતમાંથી છૂટકારો મળે છે. સાથે જ કારેલા રસ પીવાથી દારૂના કારણે ખરાબ થઈ ગયેલી કિડની પણ રિકવર થઈ જાય છે. આ સિવાય દિવસમાં 3 વખત સફરજનનો રસ પીવો જોઈએ. આ ઉપચારો થકી દારૂની લત છોડાવવામાં મદદ મળશે.

તમાકુ અને સિગારેટની લત છોડાવવા માટે 50 ગ્રામ અજમો, 50 ગ્રામ જીરું અને 25 ગ્રામ સંચળને ભેગું કરીને મિશ્રિત કરી લો. હવે તેમાં 4 લીંબુનો રસ મિશ્ર કરીને તેને આખી રાત રહેવા દો. આગામી સવારે તૈયાર થયેલી આ ચૂરણને ગરમ તવા પર થોડીવાર ગરમ કરો. હવે જે ચૂરણ તૈયાર થયું તેને એક બરણીમાં ભરી લો. પછી જ્યારે પણ સિગારેટ પીવાનું મન થાય ત્યારે આ ચૂરણને ખાવાની શરૂ કરી દો, જોતજોતામાં સિગારેટની લત છૂટી જશે. આ સિવાય જો સિગારેટની લત છોડાવી હોય તો હરડે ખાવાનું શરૂ કરો. હરડે ખાવાથી સિગારેટ પીવાની લત છૂટી જશે. મધના સેવનથી પણ સિગારેટની લત ઘરે બેઠા જ છોડી શકાય છે.

(5:06 pm IST)
  • ભુવનેશ્વરમાં ભાજપની મહિલા કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ :ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ભાજપની મહિલા મોરચાની કાર્યકર્તા અને પોલીસ વચ્ચે મારામારી :એક વાયરલ વીડિયોમાં બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી :પિપિલી ગેંગરેપ અને હત્યા કેસ મામલે વિરોધ પ્રદર્શન વેળાએ ઘર્ષણ access_time 12:53 am IST

  • લોકસભાની ચૂંટણી માટે ભાજપે તમામ વિમાન અને હેલીકૉપટર બુક કરાવી લીધા :કોંગ્રેસને કરવો પડે છે સંઘર્ષ :કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપે ચૂંટણી માટે તમામ વિમાનો અને હેલીકૉપટરનું બુકીંગ કરાવી લેતા કોંગ્રેસ વિમાન અને હેલીકૉપટર મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે access_time 1:18 am IST

  • રાજ્યમાં પબજી ગેમ પર લગાવાયો પ્રતિબંધ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર : શિક્ષકોએ આ મામલે બાળકોને સમજાવી જાગૃત કરવા આદેશ access_time 12:07 am IST