Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

કુંભ મેળાના આવક-જાવકના લેખા-જોખાઃ પ્રત્યક્ષ નજરે નુકશાન, પરોક્ષ દ્રષ્ટીએ નફાકારક

યુપીમાં ચાલી રહેલ અર્ધકુંભ મેળામાં રાજય સરકાર આયોજનનું આર્થિક આંકલન નથી કરાવતીઃ સરકારી આંકડા જાવકની તુલનાએ આવક વધુ દેખાડે છે

લખનૌઃ પ્રયાગરાજમાં સંગમતટે યોજાય રહેલ કુંભ મેળામાં બનાવામાં આવેલ કુંભ નગરની ઝાકળઝાળ જોઇને કોઇપણ અંદાજે લગાવી શકે છે કે પુરી વ્યવસ્થા માટે સરકારે અરબો રૂપિયાનો ખર્ચ કર્યો હશે. ખર્ચ કરવા પાછળ સરકારને શું  ફાયદો થતો હશે પ્રશ્ન થવો સ્વાભાવીક છે. કેટલી આવક થતી હશે અથવા સરકારને કેવો લાભ થતો હશે કે નહિ.

જાણકારોના જણાવ્યા મુજબ સરકારને પ્રત્યક્ષ ભલે લાભ હોય પણ પરોક્ષ રીતે સરકાર માટે આયોજન નુકશાની વાળુ નથી. હાલના કુંભ મેળા માટે ૪૨૦૦ કરોડ રૂપીયા જેટલો ખર્ચ કરાયો છે. નાણાકીય વર્ષ ૧૮-૧૯માં ૧૫૦૦ કરોડની ફાળવણી કરેલ અને અમુક રકમ કેન્દ્ર સરકાર તરફથી પણ અપાયેલ.

ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઇઆઇ)ના અનુમાન મુજબ ૪૯ દિવસ ચાલનાર કુંભમાં રાજય સરકારને લગભગ ૧૨૦૦ અરબ રૂપિયાનું રાજસ્વ મળવાની આશા છે. જો કે સરકારે પ્રકારનું અનુમાન હજુ સુધી લગાવ્યું નથી. પણ ક્ષેત્રના એક ઉચ્ચ અધિકારી વિજય કિરણ આનંદ મુજબ  સરકારને આવક રૂ થતી હોવાનુ જણાવેલ તેમણે વધુમાં જણાવેલ કે સરકારને આવક બે તરફથી થાય છે. એક પ્રાધીકરણ અને બીજી જે કેટલાય રસ્તેથી રાજયની તીજોરીમાં આવે છે.

કિરણ આનંદ પ્રમાણે પ્રાધીકરણ મેળા વિસ્તારમાં જે દુકાન કરે છે, તમામ કાર્યક્રમોની અનુમતી આપવામાં આવે છે. કેટલાક વ્યપારી  વિસ્તારની બોલી બોલવામાં આવે છે. જેથી થોડી ઘણી આવક થાય છે. આમાંથી તંત્રને ૧૦ કરોડ જેટલી આવક થઇ પણ પરોક્ષ રીતે આના કારણે રાજયની તીજોરીમાં ઘણો લાભ થાય છે. જેનો વખતે અમે અભ્યાસ પણ કરાવી રહયા છીએે. અત્યાર સુધીમાં પ્રકારનું અધ્યયન કરવામાં આવેલ નથી.

સીઆઇઆઇના એક રીપોર્ટનું માનીએ તો મેળાના આયોજન સાથે જોડાયેલ કાર્યોમાં લાખથી વધુ લોકોને રોજગારી ઉભી થઇ છે. રીપોર્ટમાં અલગ-અલગ સવલતોનુ આંકલન કરાયું છે. જેમા આતિથ્ય, એરલાઇન્સ, પર્યટન વગેરે વિભાગોમાંથી થનાર આવકને સામેલ કરાઇ છે. રીપોર્ટ મુજબ બધાથી સરકારી એજન્સીઓ અને વેપારીઓને આવક વધશેે. ઉપરાંત કુંભમાં વખતે જગ્યાએ-જગ્યાએ લકઝરી ટેન્ટ, મોટી                                                                                                                                              કંપનીઓના સ્ટોલ વગેરેથી પણ આવકની શકયતા દર્શાવાઇ છે.

જો કે લખનૌના એક આર્થિક વિશ્લેષક પત્રકાર સિધ્ધાર્થ આંકલનને ભરોસાકારક નથી માનતા. તેમણે જણાવેલ કે વખતે અર્ધકુંભ છે, સરકાર ભલે તેને કુંભ તરીકે પ્રચાર કરે પણ અર્ધકુંભમાં મોટા ભાગે આસપાસના વિસ્તારોમાંથી ભાવિકો આવે છે જયારે કુંભમાં બહારથી આવનાર શ્રધ્ધાળુઓની સંખ્યા વધારે હોય છે. એટલે જે લોકો આવે છે તે અર્થવ્યવસ્થામાં વધુ યોગદાન આપનાર વર્ગ નથી. તેમણે વધુમાં જણાવેલ કે મોટી કંપનીઓ ફકત પોતાના પ્રચાર-પ્રસારની તકો માટે પ્રયાગ આવી છે તેમને તો વેપારથી વધુ આશા છે અને તો તેઓ કમાણી કરી શકે છે. નાના વેેપારીઓ અને પંડીતો જે કમાણી કરે છે. તેનાથી સરકારને આવક થાય છે પણ તે ખર્ચની સરખામણીમાં ખુબ ઓછી છે.

એક અંદાજ મુજબ અહિ ૧૫ કરોડ શ્રધ્ધાળુઓની આવવાની સંભાવના છે. અને તે મુજબ ગણતરી કરવામાં આવે તો જો એક વ્યકિત  ૫૦૦ રૂપિયા પણ ખર્ચ કરે તો કુલ ૭૫૦ હજાર કરોડ રૂપિયા ઉપર આંકડો પહોંચે છે. કુંભમાં મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલીયા, યુ.કે., કેનેડા, મલેશીયા, સીંગાપુર, દક્ષિક આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઝીમ્બાવે અને શ્રીલંકાથી વિદેશી નાગરીકો આવે છે. રાજય સરકારના પર્યટન વિભાગે મહેમાનો માટે રહેવાની અને અન્ય જગ્યાએ યાત્રા સાથે કરવા સંબધી પેકેજ પણ બહાર પાડયું છે. અને પ્રાઇવેટ જગ્યાએ તંબુઓમાં રહેવાનુ એક દિવસનું ભાડુ રૂ. હજાર થી લઇને ૪૫ હજાર સુધી હોય છે.

 કુંભ અને મહાકુંભનું આયોજન ક્રમશઃ અને બાર વર્ષે થાય છે જયારે જગ્યાએ પ્રયાગરાજમાં દર વર્ષે માધ મેળો યોજાય છે સરકાર મેળાઓ ઉપર મોટી સંખ્યામાં ખર્ચ કરે છે. સરકારને ભલે  સીધી રીતે આવક વધુ થાય પણ પરોક્ષ રૂપે પુરતો લાભ રૂ થાય છે. તેમ પત્રકાર યોગેશ મિશ્રએ જણાવેલ તેમણે વધુમાં જણાવેલ કે સરકારે કયારેય આંકલન નથી કરાવ્યું પણ મેળા ઉપર ખર્ચ થયેલ રકમથી કયાંક વધુ હોય છે. કારણથી રાજય સરકારને અલગ-અલગ ચેનલો દ્વારા અને જુદી-જુદી રીતે આવક થાય છે. પણ જો પ્રત્યક્ષ રીતે જોવામાં આવે તો નુકશાનીનો સોદો છે.

  કુંભ જેવા સાંસ્કૃતિ અને ધાર્મિક આયોજનમાં આવકનું મુલ્યાંકન નથી કરાતુ પણ જે જગ્યાએ આવા આયોજન થાય છે. ત્યાં અર્થવ્યવસ્થામાં જોરદાર તેજી આવે છે જેનો સ્થાનીક લોકો લાભ લ્યે છે અને અંતમાં  તમામ રીતે ફાયદો રાજય સરકારનો થાય છે. સીઆઇઆઇના અનુમાન મુજબ  કુંભના કારણે પાડોશી રાજયો રાજસ્થાન,ઉતરાખંડ, પંજાબ અને હિમાચલની સરકારી તીજોરીને લાભ થવા સંભવ છે. કેમ કે મોટી સંખ્યામાં દેશ-વિદેશથી આવનાર ભાવિકો રાજયમાં ફરવા માટે જઇ શકે છેે.

આયોજન અગાઉ યુપીના નાણામંત્રી રાજેશ અગ્રવાલે જણાવેલ કે રાજય સરકારે અલ્હાબાદમાં  કુંભમેળા માટે ૪૨૦૦ કરોડની રકમ આપી છે. અને અત્યાર સુધીનુ સૌથી મોંઘુ તીર્થ આયોજન બની ગયું છેે. પાછલી સરકારે ૨૦૧૩માં મહાકુંભ ઉપર  લગભગ ૧૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. કુંભ મેળાના પરિસર છેલ્લી વખતની તુલનામાં બે ગણી વૃધ્ધી સાથે ૩૨૦૦ હેકટર છે, ૨૦૧૩માં તે ૧૬૦૦ હેકટર હતુ.

 કુંભ જેવા ધાર્મિક - સાંસ્કૃતિક આયોજન પર સરકાર ભલે લાભને ધ્યાનમાં રાખી ખર્ચ કરે પણ સરકારી આંકડા ખર્ચની તુલનામાં આવક  વધુ દેખાડે છે તો પાકકા પાયે કહી શકાય કે સરકારના બંને હાથમાં લાડવા હશે. (૪૦.)

 

(3:49 pm IST)
  • વીજ મીટરના ભાડા ઉપર લેવાતો ૧૮ ટકા જીએસટી રદ્દઃ હાઇકોર્ટનો ચૂકાદો : જોકે આ વર્ષથી આખા ગુજરાતમાં વીજતંત્રે મીટરનું ભાડુ લેવાનું બંધ કરી દીધુ છે : ટોચના અધિકારીઓએ આપેલો નિર્દેશ access_time 4:15 pm IST

  • cctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST

  • વિડીયો : ક્યાં જઈ રહ્યો છે આજનો યુવાવર્ગ ? : રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં ભરબપોરે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયું ધીંગાણું : અગમ્ય કારણોસર વિધાયર્થીઓના આ બન્ને જૂથે કરી ધોકા, હોકી સ્ટિક અને પાઇપ વડે ભારે મારામારી : સમગ્ર ઘટના cctvમાં થઇ કેદ : એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 5:19 pm IST