Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

લોકપાલ હોત તો રાફેલ કૌભાંડ અટકયું હોત : અન્ના વધુ એક વખત ૩૦મીથી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાલ પર

નવી દિલ્હી તા. ૨૨ : સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અન્ના હજારેએ આજે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાને લાગુ કરવા અને ખેડુતો સાથે જોડાયેલી માંગોને લઈને ૩૦મી જાન્યુઆરીથી અચોક્કસ મુદતની ભુખ હડતાલની જાહેરાત કરી હતી. હજારેએ કહ્યું હતું કે જો લોકપાલની રચના થઈ હોત તો રાફેલ કૌભાંડ થયું હોત. તેમણે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના આદેશ છતાં લોકપાલ અને લોકાયુકત ૨૦૧૩ને અમલી કરવામાં કેન્દ્ર સરકાર સફળ રહ્યું નથી.

કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા અન્ના હજારેએ કહ્યું હતું કે દેશ પર તાનાશાહીની તરફ જવાનો ખતરો તોળાઈ રહ્યાો છે. છેલ્લા આઠ વર્ષના ગાળામાં લોકપાલની માંગને લઈને અન્ના હજારે ત્રીજી વખત ભુખ હડતાલ ઉપર જઈ રહ્યાા છે. સિવિલ સોસાયટીની સજર્યો તથા વિવિધ જુથોનું નેતૃત્વ કરીને એપ્રિલ ૨૦૧૧માં પ્રથમ વખત રામલીલા મેદાન પર અચોક્કસ મુદતની ભુખ હડતાલ યોજવામાં આવી હતી.

હજારેએ પત્રકાર સંમેલનમાં કહ્યું હતું કે જો લોકપાલની સ્થિતિ રહી હોત તો રાફેલ જેવું કૌભાંડ થયું હોત. રાફે સાથે જોડાયેલા કાગળોને લઈને પણ વાત કરી હતી. બે દિવસ કાગળોને લઈને કર્યા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરશે. અન્નાએ કહ્યું હતું કે તેમને વાત સમજાઈ રહી નથ કે સમજૂતીથ એક મહિના પહેલા બનાવવામાં આવેલી કંપનીને આમાં ભાગીદાર કંપની કઈ રીતે બનાવી શકાય છે.

૩૦મી જાન્યુઆરીના દિવસે તેઓ પોતાના વતન ગામ રાલેગણસિધ્ધીમાં ભૂખ હડતાલ કરશે. સરકાર દ્વારા માંગ પુરી કરવામાં આવે ત્યાં સુધી ભુખ હડતાલ જારી રાખશે. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં સરકાર લેખિતમાં કહી ચુકી છે કે તેઓ લોકપાલ કાયદાને પસાર કરશે. ખેડુતોને પેન્શન અને દોઢગણી વધારે સમર્થન મૂલ્યની રકમ ઉપલબ્ધ કરાવશે. તેઓ ખોટા વચનો ઉપર વિશ્વાસ કરશે નહીં. અન્નાએ કહ્યું હતું કે અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર જવાનો નિર્ણય તેઓ કરી ચુકયા છે. કોઈ બંધારણીય સંસ્થાના આદેશનું પાલન નહીં કરવાની બાબત પણ યોગ્ય નથી.લોકશાહી- તાનાશાહીની તરફ બાબત દેશને દોરી જાય છે. સરકાર આવું કરી રહી છે. નવી સરકાર સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે પણ તૈયાર નથી. તેમણે કહ્યું હતું કે રાલેગણસિદ્ઘીના બદલે પોત પોતાના સ્થળે ભૂખ હડતાળ કરવા માટે અન્નાએ પોતાના સમર્થકોને કહ્યું છે. રાફટ્રીય કિસાન મહાપંચાયતે અન્ના હજારેને સમર્થન આચ્યું છે. કિસાન મહાપંચાયતે કહ્યું છે કે હજારેએને સમર્થન આપવા દેશભરના ખેડુત સંગઠન ભુખ હડતાલમાં સામેલ થશે.(

(3:49 pm IST)
  • cctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST

  • લોકસભાની ચૂંટણી માટે ભાજપે તમામ વિમાન અને હેલીકૉપટર બુક કરાવી લીધા :કોંગ્રેસને કરવો પડે છે સંઘર્ષ :કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપે ચૂંટણી માટે તમામ વિમાનો અને હેલીકૉપટરનું બુકીંગ કરાવી લેતા કોંગ્રેસ વિમાન અને હેલીકૉપટર મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે access_time 1:18 am IST

  • રેલ્વેમાં મુસાફરી કરતી વખતે હવે નહી પડે મુશ્કેલી : વેઇટિંગ ટિકીટ હશે તો પણ મળશે કન્ફર્મ ટિકીટ: ભારતીય રેલવેના નિયમમાં મોટો ફેરફાર :હવે ટ્રેનમાં મુસાફરી કરતા RAC અને વેઇટિંગ ટિકિટ ગ્રાહકોને કન્ફર્મ ટિકિટ સરળતાથી મળશે:રેલવેએ નવી સેવા શરૂ કરી:રેલવેએ દેશભરના ટિકિટ ચેકરોને એક ટેબલેટ આપ્યું :હવે ચાલતી ટ્રેનમાં સીટની ઉપલબ્ધતાને જોઇને રિયલ ટાઇમ બેસિસ પર જાણકારી અપડેટ કરી શકશે access_time 12:55 am IST