Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

મેડિકલ ઉપકરણો સસ્તાં થશેઃ કસ્ટમ ડયૂટી ઘટાડાશે

નાના વેપારીઓને બે ટકાના દરે સસ્તી લોન આપવા કેન્દ્ર સરકારની વિચારણા

નવી દિલ્હી તા.રરઃ કેન્દ્ર સરકાર ૨૦૧૯ના બજેટમાં કેટલાક મેડિકલ ઉપકરણો પર ૧૫થી ર૦ ટકા કસ્ટમ ડયૂટિ ઘટાડવા પર વિચારણા કરી શકે છે. ૨૦૧૯ના બજેટમાં હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીને રાહત આપતા સરકાર વિદેશી મેડિકલ ડિવાઇસથી આયાત પર કસ્ટમ ડયૂટિ વધારી શકે છે. તેથી ઘરેલું મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીઝને રાહત મળશે. દર્દીઓને પણ સસ્તા ભાવે મેડિકલ ઉપકરણો ઉપલબ્ધ બનશે.

મેક ઇન ઇન્ડિયા પહેલને સુદ્રઢ બનાવવા ઇન્ડસ્ટ્રી ચેમ્બર સીઆઇઆઇએ બજેટ પૂર્વેની રજુઆતમાં સરકારન મેડિકલ ડિવાઇસિસ પર કસ્ટમ ડયૂટિ ૧૦ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની માંગણી કરી છે. ખાસ કરીને પીડીએસ પ્લેટ પર ડયૂટી ઘટાડવા માંગણી કરાઇ છે. જેનો ઉપયોગ નાકની રિકન્સ્ટ્રકિટવ સર્જરીમાં થાય છે. ઉપરાંત બજેમાં મોદી સરકારે લાખો નાના વેપારીઓને સસ્તા દરે લોન અને અકસ્માત વીમા કવરેજ આપવા વિચારણા કરી રહી છે. સરકાર રૂ. પાંચ કરોડથી ઓછું વાર્ષિક વેચાણ ધરાવતા વેપારીઓને બે ટકાના દરે સસ્તી લોન આપવા વિચારણા કરી રહી છે. વધુ ક્રેડિટ રેટિંંગ ધરાવતા નાના વેપારીને થી ૧૦ ટકા વ્યાજ પર હાલ બેન્ક લોન મળે છે.(.૩૩)

(3:48 pm IST)