Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

'કોંગ્રેસે લખી હતી EVM હેકિંગની સ્ક્રિપ્ટ ?, લંડનમાં કપિલ સિબ્બલ કેમ હાજર હતા?'

કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે EVM મુદ્દા પર કોંગ્રેસને આડે હાથ લીધા હતા : તેમણે કહ્યું કે, આ બધું આયોજન કોંગ્રેસ પ્રાયોજિત લાગી રહ્યું છે : તેમને દાવો કર્યો કે હેકર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો નિરાધાર છે તેનો કોઇ પુરાવો પણ નથી

નવી દિલ્હી તા. ૨૨ : લોકસભાની ચૂંટણી પહેલા અમેરિકી સાઇબર એકસપર્ટ દ્વારા EVMને લઇને કરવામાં આવેલા ખુલાસા બાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં તલવારો ખેંચાઇ ગઇ છે. મંગળવારે કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે EVM મુદ્દા પર કોંગ્રેસને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, બધું આયોજન કોંગ્રેસ પ્રાયોજિત લાગી રહ્યું છે. તેમને દાવો કર્યો કે હેકર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો નિરાધાર છે તેનો કોઇ પુરાવો પણ નથી.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, હું પણ ઘણી વખત લંડન આવ્યો છું, પરંતુ કયારેય મેં આશીષ રેનું નામ સાંભળ્યું નથી. જે ઇનવાઇટ મોકલવામાં આવ્યું હતું, તેમાં લખ્યું હતું કે, હેકર તમામની સામે ઇવીએમ હેક કરીને દેખાડશે, પરંતુ જયારે કાર્યક્રમ રૂ થયો ત્યારે તે મોઢા પર કપડું ઢાંકીને બેઠો રહ્યો અને કંઇ કર્યું નહોતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ૨૦૧૯ની ચૂંટણી હારવાના બહાના શોધવામાં લાગી ગયા છે.

તેમણે કહ્યું કે, હેકર પ્રકારના આરોપ લગાવીને ભારતના લોકતંત્રને બદનામ કરી રહ્યા છે. તેમણે ત્રણ મુખ્ય બિંદુ પણ ઉઠાવ્યા. રવિશંકર પ્રસાદે કહ્યું કે, તે આરોપોમાં દિવંગત નેતા ગોપીનાથ મુંડેને વચ્ચે લાવવામાં આવ્યા, કારણ કે તે જવાબ આપવા માટે અહીં આપણી વચ્ચે નથી. AIIMSના ડોકટરોએ પણ પુષ્ટિ કરી છે કે તેમનું મોત એકિસડેંટના કારણે થયું હતું.

કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે, બીજો તે દાવો કરી રહ્યા છે કે તમામ ચૂંટણીમાં ગડબડ થઇ છે, પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણી યોગ્ય છે. રવિશંકરે કહ્યું કે, હેકરે માત્ર આરોપ લગાવ્યા પરંતુ કોઇ પુરાવા આપ્યા નથી, ના તો કોઇ સવાલના જવાબ આપ્યા છે.

રવિશંકર પ્રસાદે તે દરમિયાન કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ ઉપર પણ નિશાન સાંધ્યું હતું. તેમણે કહ્યું કે, કપિલ સિબ્બલ આખરે ત્યાં શું કરી રહ્યા હતા, શું તે કોંગ્રેસ તરફથી મોનિટિરિંગ કરવા પહોંચ્યા હતા. કપિલ સિબ્બલ પહેલા પણ રામ જન્મભૂમિ, સુપ્રીમ કોર્ટના જજ વિરુદ્ઘ મહાભિયોગ જેવા મામલાની આગેવાની કરી ચૂકયા છે.

તેમણે કહ્યું કે, આયોજનથી ૨૦૧૪ના જનમતનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તો યૂપીએ સરકાર સત્તામાં હતી, તો અમે કેવી રીતે ઇવીએમ હેક કરાવી શકતા હતા. તેમણે સવાલ કર્યો કે, શું કોંગ્રેસનું કેમ્બ્રિજ એનાલિટિકા પાર્ટ- છે. તેમણે કહ્યું કે, ઇવીએમ તો ૨૦ વર્ષથી કામ કરી રહ્યું છે. યૂપીમાં માયાવતી જીતી, અખિલેશ જીતી અને હવે કોંગ્રેસ જીતી તો ઇવીએમ યોગ્ય છે.(૨૧.૩૦)

(3:44 pm IST)
  • વીજ મીટરના ભાડા ઉપર લેવાતો ૧૮ ટકા જીએસટી રદ્દઃ હાઇકોર્ટનો ચૂકાદો : જોકે આ વર્ષથી આખા ગુજરાતમાં વીજતંત્રે મીટરનું ભાડુ લેવાનું બંધ કરી દીધુ છે : ટોચના અધિકારીઓએ આપેલો નિર્દેશ access_time 4:15 pm IST

  • BJP ના ધારાસભ્યનું માથુ લાવોઃ લઇ જાવ ૫૦ લાખ : બસપાના પૂર્વ ધારાસભ્ય વિજય યાદવનું એલાનઃ માયાવતી વિષે જેમ તેમ બોલનાર સાધના સિંહનું કોઇ માથુ કાપીને લાવશે તો હું તેને ૫૦ લાખ આપીશઃ ભાજપે માયાવતી અને દેશની માફી માંગવી જોઇએ નહિતર અમે આંદોલન કરશું access_time 3:32 pm IST

  • જેતપુરમાં એક્ટિવા સવાર કોલેજની વિદ્યાર્થિનીનું ટ્રક અડેફેટે કરૂણમોત : જુનાગઢ રોડ પર એક્ટિવા લઇને જતી વિદ્યાર્થીનીને ટ્રકે અડફેટે લેતાઘટના સ્થળે જ મોત : બંશી નામની વિદ્યાર્થીનીના જન્મ દિવસે જ મોત થતા જન્મદિવસની ઉજવણી માતમમાં બદલાઈ access_time 1:01 am IST