Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

લોકસભા ચૂંટણી જંગઃ સેન્ટ્રલ આઇ.બી.નો રિપોર્ટ આવે છેઃ તારણો ભાજપને ચોંકાવે તેવા હશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ઢોલ વાગી ચૂકયા છેઃ વિવિધ ચેનલો અને અખબારો પોતપોતાની રીતે સર્વે બહાર પાડી કોને કેટલી બેઠકો મળશે તેના તારણો આપી રહ્યા છે ત્યારે ટૂંક સમયમાં સેન્ટ્રલ આઇ.બી. પણ એક સર્વે બહાર પાડી રહી છેઃ આ સર્વેના તારણો ભાજપને ચોંકાવે તેવા હોવાનું માનવામાં આવે છેઃ આ તારણો પછી ભાજપને પોતાની રણનીતિ નવેસરથી ઘડવી પડે તેવી શકયતા છે

(11:20 am IST)
  • રેલ્વેમાં મુસાફરી કરતી વખતે હવે નહી પડે મુશ્કેલી : વેઇટિંગ ટિકીટ હશે તો પણ મળશે કન્ફર્મ ટિકીટ: ભારતીય રેલવેના નિયમમાં મોટો ફેરફાર :હવે ટ્રેનમાં મુસાફરી કરતા RAC અને વેઇટિંગ ટિકિટ ગ્રાહકોને કન્ફર્મ ટિકિટ સરળતાથી મળશે:રેલવેએ નવી સેવા શરૂ કરી:રેલવેએ દેશભરના ટિકિટ ચેકરોને એક ટેબલેટ આપ્યું :હવે ચાલતી ટ્રેનમાં સીટની ઉપલબ્ધતાને જોઇને રિયલ ટાઇમ બેસિસ પર જાણકારી અપડેટ કરી શકશે access_time 12:55 am IST

  • જમ્મુકાશ્મીરના સોપીયા ખાતે સુરક્ષા દળોએ છ આતંકીઓને ઘેરી લીધા છે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ access_time 11:19 am IST

  • પ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST