Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ર૦૧૮ થી ર૦રર વચ્ચે ભારતમાં રોજ બની શકે ૭૦ નવા કરોડપતિઃ ઓકસ ફૈમ

ઓકસફૈમના રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે  ર૦૧૮ થી ર૦રર વચ્ચે ભારતમાં રોજ ૭૦ નવા કરોડપતિ બની શકે છે તેવુ અનુમાન છે.  જયારે ભારતમાં ર૦૧૮ માં ૧૮ નવા અબજોપતિ બન્યા, જેથી  અહીં અબજોપતિઓની સંખ્યા વધીને ૧૧૯ ની થઇ. આ રીપોર્ટના જણાવ્યા પ્રમાણે બધા અબજોપતિઓની કુલ સંપતિ પ્રથમ વખત રૂા.  ર૮ લાખ કરોડથી વધારે થઇ ગઇ.

(12:00 am IST)
  • સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે :બસપાના સુપ્રીમો માયાવતી સહારનપુરથી ચૂંટણી લડવાની વાત નક્કી :બંને દળના નેતા સુરક્ષિત સીટની સાથે આઝમગઢ અને સહારનપુર બંને પસંદ કરી છે જેની અસર દૂર સુધી રહેશે access_time 1:19 am IST

  • ઉત્તર ભારતમાં કેટલાય સ્થળોએ ભારે બરફવર્ષા :જમ્મુ કાશ્મીરમાં હિમપ્રપાતમાં બે લોકોના મોત : હિમાચલ પ્રદેશના સિમલા,મનાલી,કુફરી જેવા પર્યટન સ્થળોએ બરફવર્ષા : ઉત્તરાખંડમાં સિઝનનો સૌથી હિમપાત :દિલ્હીમાં કાતિલ ઠંડીમાં જનજીવન ઠુંઠવાયું : ટ્રેન અને વિમાનો મોડાં access_time 1:22 am IST

  • લોકસભાની ચૂંટણી માટે ભાજપે તમામ વિમાન અને હેલીકૉપટર બુક કરાવી લીધા :કોંગ્રેસને કરવો પડે છે સંઘર્ષ :કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપે ચૂંટણી માટે તમામ વિમાનો અને હેલીકૉપટરનું બુકીંગ કરાવી લેતા કોંગ્રેસ વિમાન અને હેલીકૉપટર મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે access_time 1:18 am IST