Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

સિધ્ધુનો પી.એમ.મોદી અને ઇમરાનને પત્રઃ કહ્યું કરતારપુર આસપાસમાં નિર્માણ કાર્ય ના થાય

પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના  પ્રધાનમંત્રી ઇમરાનખાનને પત્ર લખી કરતારપુર સાહિબ ગુરૃદ્વારા અને ડેરા બાબા નવીક ગુરૃદ્વારા સાહિબની આજુબાજુ કોંક્રીટના ઢાંચા ન બનાવવા અનુરોધ કર્યો છે. આની પવિતત્રા બનાવી રાખવા માટે એમણે શ્રધ્ધાળુઓની આવવા જવાની પ્રક્રિયા નિયંત્રિત કરવા અને ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવવા સૂચન કરેલ છે.

(12:00 am IST)
  • બનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST

  • cctv વિડીયો ફૂટેજ : સલામ છે આ ટ્રક દ્રાઈવરની ગૌ ભક્તિને : જૂનાગઢ - મેંદરડા હાઇવે પર ખોડીયારના પાટિયા પાસે એક ગાય રોડ પર જતી હતી અને સામેથી પુરપાટ આવતા એક ટ્રકે એવું કંઈક કર્યું જે ત્યાં લાગેલા એક cctvમાં કેદ થઈ ગયું : આ cctv ફૂટેજ કોઈ બોલિવુડ ફિલ્મના સીનથી ઓછો ઉતરે તેમ નથી : રસ્તે ચાલતી ગાયને બચાવવા, પોતાના જીવના જોખમે, ટ્રક દ્રાઈવરે એટલી જોશથી બ્રેક મારી હતી કે ટ્રક આખો 360 ડિગ્રીએ ફરી ગયો હતો : (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 2:02 pm IST

  • રાજ્યમાં પબજી ગેમ પર લગાવાયો પ્રતિબંધ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર : શિક્ષકોએ આ મામલે બાળકોને સમજાવી જાગૃત કરવા આદેશ access_time 12:07 am IST