Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

''યુનાઇટેડ ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન કેલિફોર્નિયા (UFICA)'': ૨૦૧૯ની સાલ માટે યોજાયેલી નવા હોદેદારોની ચૂંટણીમાં પ્રેસિડન્ટ તરીકે ડો.રંગેશ ગડાસલ્લી સર્વાનુમતે ચૂંટાઇ આવ્યાઃ એકઝીકયુટીવ કમિટીમાં શ્રી રમેશ રામનાની, શ્રી નિરજ અગ્નિહોત્રી, શ્રી વાસુ પવાર, ડો.વિનોદ વિનીત, તથા સુશ્રી અલ્કા પટેલ વિજેતા

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં યુનાઇટેડ ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ કેલિફોર્નિયાના હોદેદારોની ચૂંટણીના પરિણામો ૯ જાન્યુ ૨૦૧૯ના રોજ જાહેર કરાયા છે. જેમાં ડો.રંગેશ ગડાસાલ્લી સર્વાનુમતે તરીકે ચૂંટાઇ આવ્યા છે.

ચૂંટાઇ આવેલા અન્ય ઉમેદવારોમાં ચેરમેન તરીકે શ્રી રમેશ રામનાની, એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્ટ તરીકે શ્રી નિરજ અગ્નિહોત્રી, સેક્રેટરી તરીકે શ્રી વાસુ પવાર, ટ્રેઝરર તરીકે ડો.વિનોદ વિનીત, તથા કલ્ચરલ વાઇસ પ્રેસિડન્ટ તરીકે સુશ્રી અલ્કા પટેલનો સમાવેશ થાય છે. કાર્યકારી ઇલેકશન કમિશ્નર તરીકે શ્રી પટનાયકે જવાબદારી સંભાળી હતી.

ઉલ્લેખનીય છે કે UFICA ૨૦૦૬ની  સાલથી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓ કરે છે તેમજ ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરે છે. જેમાં ભારતની અગ્રણી હસ્તિઓને આમંત્રણ આપે છે.

(8:41 pm IST)