Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

દહેરાદુન, હરિદ્વાર, પૌરીમાં તોફાનની ચેતવાણી અપાઈ

પ્રચંડ તોફાનને લઈને તંત્ર પહેલાથી જ સજ્જ : ઉત્તર કાશી, ચમોલી, રૂદ્રપ્રયાગમાં વરસાદની સાથે સાથે હિમ વર્ષા થશે : ઉંચાણવાળા વિસ્તારમાં ન જવા સૂચના

નવી દિલ્હી, તા.૨૧ : ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં વરસાદ અને તોફાનથી ઠંડી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. આજે વાતાવરણમાં એકાએક પલ્ટો આવી ગયો હતો. દિલ્હી અને એનસીઆરની સાથે સાથે ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના વિવિધ ભાગો, હરિયાણા અને પંજાબ અને દિલ્હીમાં ઠંડી વધવાના સંકેત છે.  હરિયાણામાં તમામ જગ્યાઓએ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હિચમાલ અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર અન્યત્ર પણ જોવા મળી શકે છે. હવામાન વિભાગના ડિરેકટર વિક્રમસિંહના કહેવા મુજબ તોફાન દહેરાદુન, હરિદ્વાર, નૈનિતાલ, ઉધમસિંહ નગરમાં ત્રાટકી શકે છે. આ ગાળા દરમિયાન નુકસાન થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના ડિરેકટર વિક્રમસિંહે કહ્યું છે કે ઉત્તર કાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, દહેરાદુન, નૈનિતાલ, પિથોરાગઢમાં ભારે હિમવર્ષા અને વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં દિલ્હી અને એનસીઆરની સાથે સાથે કેટલાક વિસ્તારમાં ફરી એકવાર તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળશે. દહેરાદુન, હરિદ્વારા, નૈનિતાલમાં આવતીકાલે તોફાન ત્રાટકી શકે છે. જેના લીધે જનજીવન ઉપર અસર થશે. હવામાન વિભાગનું કહેવું છે કે તીવ્ર હિમવર્ષાની અસર આગામીદિવસોમાં મેદાની ભાગોમાં પણ જોવા મળી શકે છે. ઠંડીનો એક ચમકારો ફરીવાર નોંધાઈ શકે છે.

(12:00 am IST)
  • જમ્મુકાશ્મીરના સોપીયા ખાતે સુરક્ષા દળોએ છ આતંકીઓને ઘેરી લીધા છે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ access_time 11:19 am IST

  • વીજ મીટરના ભાડા ઉપર લેવાતો ૧૮ ટકા જીએસટી રદ્દઃ હાઇકોર્ટનો ચૂકાદો : જોકે આ વર્ષથી આખા ગુજરાતમાં વીજતંત્રે મીટરનું ભાડુ લેવાનું બંધ કરી દીધુ છે : ટોચના અધિકારીઓએ આપેલો નિર્દેશ access_time 4:15 pm IST

  • સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આઝમગઢથી ચૂંટણી લડશે :બસપાના સુપ્રીમો માયાવતી સહારનપુરથી ચૂંટણી લડવાની વાત નક્કી :બંને દળના નેતા સુરક્ષિત સીટની સાથે આઝમગઢ અને સહારનપુર બંને પસંદ કરી છે જેની અસર દૂર સુધી રહેશે access_time 1:19 am IST